મુલાકાત બદલ આભાર

બુધવાર, 9 જાન્યુઆરી, 2013

કવિ ન્હાનાલાલ



ન્હાનાલાલ 9 જાન્યુઆરી


   રસ અને પુણ્યના કવિવર દલપતરામના સૌથી નાના પુત્ર ન્હાનાલાલનો જન્મ ઇ.સ.1877 માં અમદાવાદ ખાતે થયો હતો. એમની  સાહિત્યોપાસનાનો પ્રારંભ  છટ્ઠી અંગ્રેજીથી  થયો જોવા મળે છે.ત્યાંથી વધીને ડેક્કન
કૉલેજમાં અભ્યાસ કરતા કરતા વસંતોત્સવ રચતા  કવિ જોવાય છે. એ  વસંતોત્સવે સાહિત્યજગતમાં ઉન્મેશ
જગાડ્યો. એમ.એ. થઇ પ્રેમભક્તિ ઉપનામથી તેમનું એક કાવ્ય છપાયું હતુ.પછીથી તો વિશેષ વેગથી સાહિ-
ત્ય સર્જન શરૂ કર્યું. સૌરાષ્ટ્રની એજન્સીના તેઓ શિક્ષણાધિકારી નિમાયા હતા. સ્વમાની પ્રકૃતિએ એમને જાહેર-
જીવનથી દૂર રાખ્યા હતા.પ્રકાર દ્દષ્ટિએ બાળકાવ્યો,ગઝલો,રાસ,કથાકાવ્યો,મહાકાવ્યો,નાટકો,નવલકથાઓ અને
ચરિત્રગ્રંથ તેમના સાહિત્યમાં સમાવિષ્ટ  થાય છે.તેમના ઘણા ગીતો ગુજરાતી ભાષાની ઉત્તમ ગીતસમૃદ્ધિ છે.
અમારો ગુણિયલ ગુર્જર દેશ જેવી પ્રાસાદિક સ્તુતિથી ગુર્જરભૂમિનું ગુણગાન કરનાર પ્રથમ કવિ ન્હાનાલાલ
હતા.તેમણે જીવનના અંત ભાગમાં હરિસંહિતા નામે એક મહાકાવ્ય લખવાનું શરૂ કર્યુ.દરમિયાન 9/1/1946
ના રોજ કવિનો સ્વર્ગવાસ થયો.તેમનુ આ વિરાટ કાવ્ય અધૂરું જ રહ્યું,જે પંડિત જવાહરલાલ નહેરૂના શુભહસ્તે
જેટલુ લખાયું તેટલું પ્રસિદ્ધ થયું હતુ. આજે પણ આ મહાકાવ્યના સાહિત્યની આભા ગુણીયલ ગુર્જર દેશ ને
અજવાળી રહી છે. રાસ  અને  ગરબાને ગુજરાતી પ્રજાના જીવનમાં પ્રતિષ્ઠા અપાવનાર ન્હાનાલાલનું સ્થાન  
ગુજરાતી પ્રજાના હ્રદયમાં સદૈવ રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો