ડૉ.એડવર્ડ જેનર ૨૬ જાન્યુઆરી
|
શરીર
વિજ્ઞાન ક્ષેત્રે પ્રવેશ કરીને
શીતળાની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક એડવર્ડ જેનરનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો.નાનપણથી જ આ બાળકની પ્રવૃતિ અને રુચિ પ્રાણીશાસ્ત્ર પ્રત્યે હતી. એ યુગના મહાન ’સર્જન’ જોન હન્ટર જેનરના પરામર્શદાતા અને પથપ્રદર્શક બની રહ્યા. તબીબી વ્યવસાય શરૂ કર્યા પછી શીતળા કે મોટી માતાના રોગે દેખા દીધી.જેનરે બધા મળીને સત્તાવીસ રોગોનું પરીક્ષણ કર્યું અને શીતળાના રોગની મુક્તિને માટે તેમણે જે પદ્ધતિનું નિદર્શન કર્યું તે,જાનના જોખમે તેમણે કરેલા પ્રયોગોના નિચોડરૂપે હતું.શરૂઆતમાં સ્વાભાવિક રીતે એક પ્રચંડ વંટોળ,ઉહાપોહ ઊઠવવાનો જ હતો, પરંતુ ઉતેજનાની આ ભરતી જેમ આવી એમ ઓસરી પણ ગઇ.જેનરે પોતાની રીતો ચિકિત્સાજગત સામે સિદ્ધ કરી બતાવી, જેના ફળસ્વરૂપે આખાય વિશ્વે એને સન્માન
આપ્યું.સંસદમાં એને ‘નાઇટહૂડ’ ઉપાધિ આપી ઇનામ આપ્યું. રશિયાના સમ્રાટ ઝારે એને માટે સોનાની વીંટી મોકલી અને ફ્રાન્સના નેપોલિયને એમની મુકતકંઠે પ્રશંસા કરી. શીતળાના રોગની મુક્તિ માટે તેમણે શોધેલી રીત એટલી સરળ,સચોટ અને ચોક્કસ હતી કે કેવળ ઇંગ્લેન્ડમાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં આ પદ્ધતિનો
ફેલાવો થયો.
26/1/1823 ના રોજ ડૉ.જેનર અવસાન પામ્યા.કોઇપણ સુંદર મુખારવિંદને કુરૂપ બનાવી દેતા શીતળાના રોગનો સચોટ ઉપાય બતાવનાર ડૉ.એડવર્ડ જેનર સદા અમર રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો