સ્વામી આનંદ ૨૫ જાન્યુઆરી
સાધનાવંત અને સાહિત્યકાર હિંમતલાલ દવેનો જન્મ ઇ.સ.1887 માં સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામે થયો હતો.કિશોર વયે જ ઘર છોડીને તેઓ ચાલી નીકળ્યા.દરમિયાન યોગીઓના પરિચયમાં આવ્યા.હિંદી અને બંગાળી પણ છૂટથી તેઓ બોલી શકતા. ગાંધીજીના સિદ્ધાંતો એમણે જીવનમાં ઉતાર્યા. એટલુ જ નહીં બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી પણ સંભાળેલી.તેમની પ્રતિભા જબરદસ્ત હતી.વિસ્મયતા એ કહેવાય કે સ્વામીદાદાએ શાળા-કૉલેજમાં ગયા વગર સિદ્ધિ મેળવી હતી. ગાંધીજીના’નવજીવન’ અને ‘યંગઇન્ડિયા’ નું તંત્રી સંચાલન તેમણે હાથમાં લીધું.એમના વીસેક પુસ્તકો પ્રગટ થયા છે, જેમાં‘કુળકથાઓ’, ધરતીનું લૂણ’, ‘આતમના મૂલ’,’સંતોનો ફાળો’ વગેરે અનન્ય છે.હિમાલયનો પ્રવાસ ખેડનાર કાકાસાહેબની ત્રિપુટીમાં એક સ્વામી આનંદ પણ હતા.ધરતીકંપ,રેલરાહત,સત્યાગ્રહ આંદોલન-આ બધામાં
સ્વામીદાદા આગળ પડતો ભાગ લેતા. બ્રહ્મચર્યંના ઓજસથી ઝગારા મારતાગૌર બદનમાંથી તેજ ઝરતી આંખોથી માંડીને હળવા હૈયાથી વહેતી એમની વાણી સાંભળવી એ પણ એક લહાવો હતો. પ્રકૃતિએ અત્યંત સંવેદનશીલ સ્વામીદાદાને સ્વજનોની ચિરવિદાય પછી જિંદગી વસમી લાગતી હતી.તેઓ કહેતા : ’બિસ્તરા બાંધી,ટિકિટ કપાવી વરસોથી પ્લેટફોર્મ પર બેઠો છું,પણ મારી ગાડી જ આવતી નથી.’25/1/1976નારોજ એક કમબખ્ત ગાડી આવી અને મુંબઇમાં તેમનું દેહાવસાન થયું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો