મુલાકાત બદલ આભાર

શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

કુંદનલાલ સાયગલ



કુંદનલાલ સાયગલ 18 જાન્યુઆરી

      સંગીતસમ્રાટ કુંદનલાલ સાયગલનો જન્મ ઇ.સ.1904 માં થયો હતો.બાળપણથી જ તેના કંઠમાં અલૌકિક મધુરતા  હતી. વિદ્યાર્થી અવસ્થામાં  નાનકડા સમારંભોમાં ગીતો ગાયા કરે. દરમિયાન સંગીતકાર પંકજ મલ્લિકેપૂરન ભક્તમાં સાયગલને પ્રથમ ભૂમિકા આપી અને તેમનો સ્વર્ગીય કંઠ ભારતીય ફિલ્મ જગતના રૂપેરી
પરદે  ગંજી ઊઠયો. ત્યારપછી તો   ન્યૂ થિયેટર્સના બેનરમાં તેણે ઘણી ફિલ્મોમાં ગાયન સાથે અભિનયના પણ ઓજસ પાથર્યા.યહુદી કી લડકી’, ‘પૂજારીન’, ‘દેવદાસ’,  ‘મેરી બહેન’  વગેરેમાં અભિનય આપ્યો. મિર્ઝા ગાલીબની ગઝલોને પોતાનો સૂરનો સથવારો આપ્યો છે. એક બંગલા બને ન્યારાઅનેબાલમ આન બસો મેરે  મનમેંગીતોની તાજગી આજે પણ ઝાંખી નથી થઇ,આ ગીતોને કયારેય પાનખર લાગવાની નથી.ઉપરાંત ભકત સૂરદાસ’, ‘તાનસેન’, ‘ભંવરા’, ‘ઉમ્મર ખય્યામઅનેશાહજહાંનજેવી ફિલ્મોમાં ગીત ગાયા.એ સૂરો કાનમાં  પડતાની સાથે જ સાંભળનારને આનંદની સમાધિમાં લીન કરી દેતા હતા. તેઓ  જેવા  મહાન કલાકાર હતા તેવા  ઉદાત ગુણોથી ભર્યા ભર્યા મહામાનવ પણ હતા.સાયગલ માત્ર 42 વર્ષની ઉંમરે 18/1/1946 ના રોજ પોતાના વતન જલંધરમાં સૂરના સહારે  ઇશ્વરના સાન્નિધ્યમાં પહોંચી ગયા. તેમની ઇચ્છા  પ્રમાણે  તેમની અંતિમ યાત્રામા તેમનું જ ગીત  ‘હમ જી કે ક્યા કરેંગે જબ દિલ હી તૂટ ગયાહવામાં લહેરાતું હતું અને માહોલને  ગમગીન બનાવતું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો