ખલિલ જિબ્રાન 6 જાન્યુઆરી
‘તમારા બાળકો તે
તમારાં બાળકો નથી.તે તમારાં દ્વારા આવે છે,પણ તમારાંમાંથી આવતા
નથી.તમે તેમને તમારો પ્રેમ આપો,પણ વિચારો નહીં. કારણ કે
તેમને એમના પોતાના વિચારો છે.’આ અવતરણ વિશ્વ- નો જન્મ 6/1/1883માં
લેબનોનના બશેરી ગામમાં થયો હતો.ચિત્રકળાઓ તેને ભારે શોખ હતો.તેણે બાર વર્ષમાં અરબી,ફ્રેન્ચ
અને અંગ્રેજી ભાષા શીખી લીધી.તેમની કૃતિઓનું વશીકરણ એટલું બધું વ્યાપક હતું કે
જીવનના બધા જ ક્ષેત્રના માણસો એના શબ્દોથી કોઇને કોઇ રીતે પ્રભાવિત થતાં.પ્રેમ,લગ્ન,સંતાન,ઘર,વસ્ત્રો,સૌંદર્યો,મૃત્યુ જેવા
26 વિષયો પર તેમના વિચારો અદભુત છે.
કિશોરલાલ મશરૂવાલાએ ‘વિદાયવેળાએ’ પ્રોફેટનો કરેલો અનુવાદ સાર્થક છે. જિબ્રાનના મતાનુસાર ‘આનંદ અને દુ:ખ વચ્ચે
પસંદગી કરવાની તક મને મળે તો સમગ્ર વિશ્વના સુખના બદલામાં હું
મારા અંત:કરણનું દુ:ખ કોઇનેય આપીશ નહી.’ આવા વિચારોને કારણે જ જિબ્રાનના સાહિત્યમાં
અધિક વિશિષ્ટતા જોવા મળે છે. તેમના કેટલાક વાક્યો આજે ય લોકપ્રિય છે. તમે એક-
બીજાને પ્રેમ કરજો પણ પ્રેમની સાંકળ ન બનાવશો. તમારા હ્રદયો એકબીજાને આપજો પણ
એકબીજાને સોંપી દેશો નહી.ખલિલ જિબ્રાન
માત્ર 48 વર્ષની ઉંમરે અવસાન પામ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો