મુલાકાત બદલ આભાર

મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

૨૯ જાન્યુઆરી વિલિયમ રોધેન્સ્ટાઇન



વિલિયમ રોધેન્સ્ટાઇન ૨૯ જાન્યુઆરી
  

 ભારતીય કલા અને સંસ્કૃતિના સક્રીય પુરસ્કર્તા સર વિલિયમ રોધેન્સ્ટાઇનનો જન્મ 29/1/1872માં ઇંગ્લેન્ડમાં થયો  હતો..નાનપણથી  તેમને  ચિત્ર દોરવાનો અને કંઇને  કંઇ સાહિત્ય વાંચવાનો અદમ્ય  શોખ હતો. ન્યુ ઇંગ્લીશ આર્ટ કલબનામના કલાકાર મંડળમાં પણ  જોડાયેલા. હર્બર્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્ચેલર તેમજ રૉયલ કૉલેજ ઓવ આર્ટસના સંચાલક તરીકે તેમણે યશસ્વી કામગીરી કરી હતી.તેમણે આત્મકથનાત્મક ત્રણ સચિત્ર  ગ્રંથો બહાર પાડ્યા છે. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં જહાંગીરના દરબારમાં સર ટોમસ  રોની મુલાકાતએ સૌથી મોટું ને ભવ્ય ભીંતચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે.બેઠા રંગોમાં ચિત્ર કરવાની  જે શૈલી તેમણે આત્મસાત  કરેલી  તેને  ઉઠાવ આપવાનું  કામ તેમણે કરેલું. અજંતાના  ચિત્રોની વધુ આધારભૂત નકલ ઉતારવા લેડી હેરિંગહામ  સાથે હિંદની કલાયાત્રાએ પણ તેઓ આવી ગયેલા. તેમના શુભ પ્રયાસથી જ રવીન્દ્રનાથ ટાગોરનો  ‘ગીતાંજલીકાવ્યસંગ્રહ પહેલી વાર ઇન્ડિયા સોસાયટી માટે પ્રસિદ્ધ કરવામાંઆવ્યો હતો અને જગપ્રસિદ્ધ નોબેલ પારિતોષિકપ્રાપ્ત થયું હતું.ભારતવાસ દરમિયાન તેમને થયેલા મહત્વના  સંપર્કો પૈકીનો મુખ્ય હતો ટાગોર પરિવાર સાથેનો. ઇ.સ.1945 માં  તેમણે  ચિરવિદાય લીધી. હિંદી કલાને વિશ્વવિખ્યાત  બનાવવા આ મહાન કલાકારે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. લંડનનાઇન્ડિયા હાઉસના ચિત્રો હિંદી કલાકારો પાસે જ કરાવાવાનો  યશ તેમને ફાળે જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો