સુન્દરમ’ ત્રિભુવનદાસ લુહાર 13 જાન્યુઆરી
દિવ્યજીવનના
જ્યોતિર્ધર, હું માનવી માનવ થાઉં તો ઘણું’ કહેનાર કવિ
ત્રિભુવનદાસ લુહારનો જન્મ ઇ.સ.1908 માં ભરૂચ પાસેના મિયામાંતર
ગામમાં થયો હતો. શાળાકીય શિક્ષણ લઇને અમદાવાદ ગુજરાત
વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. પદવીદાન પ્રસંગે ગાંધીજીએ તેમને ‘તારાગૌરી
રૌપ્યચંદ્રક’ પહેરાવેલો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય સૈનિકરૂપે જોડાયા.અરવિંદ
અને શ્રી માતાજીના દર્શનથી એમણે અકલ્પ્ય સૃષ્ટિના
દ્વાર ખૂલતાં અનુભવ્યાં. સાહિત્ય ક્ષેત્રે સુન્દરમ-ઉમાશંકર બંન્ને ‘જોડિયાભાઇ’ તરીકે ઓળખાયા.તેમના
કાવ્યસં- ગ્રહો ‘કોયાભગતની વાણી’,’કાવ્યમંગલા’,’વસુધા’ વગેરે પ્રગટ થયા છે. ઉપરાંત ટૂંકીવાર્તાઓ,
પ્રવાસવર્ણનો,વિવેચનો, નિબંધો
અને અનુવાદો પણ તેમણે આપ્યા છે. સુન્દરમ લેખક પરિષદો અને વિદ્યાસંસ્થાઓમાં
વ્યાખ્યાનો વગેરે માટે હાજરી આપતા. ઇ.સ.1969 માં
ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે ભરાયેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ના 25 માં અધિવેશનના અધ્યક્ષપદે તેઓ વરાયેલા. તેમને સાહિત્યની
અનેકવિધ સેવાની કદરરૂપે ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’, ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘પદ્મભૂષણ’ તેમજ સરકાર તરફથી
રૂપિયા એક લાખનો ‘શ્રી નરસિંહ મહેતા એવોર્ડ’ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.જીવનભર
સાધનારત સુન્દરમનું 13/1/1991ના રોજ ઉર્ધ્વમાર્ગે ચિરપ્રયાણ થયું. છ દાયકા સુધી
સર્જન-વિવેચન દ્વારા સાહિત્યસેવા કરનાર ‘સુન્દરમ’ સદૈવ ‘સુન્દરમ બની રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો