૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન
૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઉજવાય છે .આ દિવસ ઘણી ખરી જગ્યાએ ઉજવાયો પણ કઈ ખાસ લોકોને તેના વિશે
જાણવા ન મળ્યું. આ માટે જવાબદાર કોણ સરકાર, જાગૃત સમાજ ,સાહિત્યકારો , વર્તમાનપત્રો કે આપણે સૌ.
વેલેનટાઇન ડે, મધર્સ ડે , ફાધર ડે, રોઝ ડે જેવાં અનેક ડે લોકો ધ્વારા ઉજવવામાં આવે છે અને સભ્ય સમાજ ધ્વારા
તેની ટીકા પણ જોરશોરથી થતી પણ હોય છે. આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન માટે કોઈ ઉજવણી કે ટીકા ન થઇ તેનું કારણ વિચારવા જેવું છે .આપણા દેશમાં જેની ટીકા
જે ચર્ચા થાય તેને જ લોકો વાંચે કે માને તો આ માટે વર્તમાનપત્રોએ ખોટી તો
ખોટી ટીકા કે ચર્ચા કરવીજ જોઈએ જેથી વધુ ને વધુ લોકો આ વિશે જાણે અને માતૃભાષાનુ સન્માન
કરે.
ગુજરાતમાં આપણે માતૃભાષાની એટલી કદર નથી કરતાં પણ દક્ષિણ
ભારતમા લોકો ૯૦ થી ૧૦૦ ટકા શિક્ષિત હોવા છતા ત્યાં આવતા પ્રવાસીઓ કે
વેપારી મિત્રો સાથે હિન્દી કે અંગ્રજી આવડતી હોવા છતા તેમની માતૃભાષામાંજ
વાતચીત કરવાનું પસંદ કરે છે. ત્યાંનાં દરેકને અંગેજી આવડતી હોવા છતાં તેમની માતૃભાષા છોડતા નથી આને કહેવાય
માતૃભાષા પ્રેમ તેઓ રોજે રોજ માતૃભાષા દિન ઉજવે છે.
ગઈ દિવાળીમાં અમે કેરલ ફરવા ગયા .ત્યાં રેલ્વે સ્ટેશન પરથી જ વાતચીતમાં જાણ્યું કે અહીના કાળીયા મિત્રો હિન્દી
અંગ્રેજી જાણતા હોવા છતાં તેઓ તેમની માતૃભાષા માંજ બોલે છે ,ત્યાંજ અમે નક્કી કર્યું કે આ કાળિયા મિત્રોને એકવાર તો હિન્દીમાં
અને વધુ પ્રયત્ને ગુજરાતીમાં પણ બોલવા મજબુર કરવા જ છે. અને અમે જયારે
ખરીદીમાં ગયા ત્યારે જે કાળિયા મિત્રો હિન્દીમાં બોલે તેની પાસે થીજ વસ્તુ
ખરીદવી તેવું નક્કી કર્યું અને તેઓ પણ વેપાર ની લાલચમાં હિન્દી બોલ્યા
અને કેટલાંક જોડે આવજો બોલાવ્યું. આપણે સૌએ માતૃભાષામાં તો
બોલવું જ જોઈએ પણ જ્યાં સામી વ્યક્તિ ને સમજણ ન પડે ત્યાં હિન્દી કે અંગેજી
બોલવામાં કોઈ ગુનો કે આપણી ભાષા નીચી ન થઈ જાય .
કોચીમાં હોટલ મેનેજર સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે અહિયા જો કોઈ દુકાન કે હોટલનું બોર્ડ હિન્દી
કે અંગ્રજીમાં રાખેતો ભાષા વિરોધી આંતકીઓ તે બોર્ડ તોડી નાંખે છે. જયારે
આપણી પડોશ માં કોઈ કાળિયા મિત્ર રેહવા આવે તો તેની સરળતા માટે આપણે હિન્દી
કે અંગેજીમાં વાતચીત કરીએ છીએ ,ભલેને આવડે કે ના આવડે શા માટે આપણને આપણી માતૃભાષા પ્રત્યે પેમ નથી.
મારવાડી ,સિંધી,પંજાબી,તમિલ,મરાઠી,બંગાળી દેશમાં ગમે ત્યાં રહેતા હોય ગુજરાતમાં હોય તો પણ તેઓ તેમની ભાષા
બોલવાનું છોડતાં નથી જયારે આપણે અંગેજી તરફ લપસી ગયા છીએ.વિશ્વનો કોઈપણ
સાહિત્યકાર,લેખક ,કવિ,તત્વચિંતક ,વેપારી હોય તેને સપનાં કે વિચારો માત્ર ને માત્ર તેની જ માતૃભાષામાં જ આવે છે નહીં
કે અંગેજીમાં .તમે પણ તે વિશે વિચારી જોજો.
ફાધર વાલેસ કહે છે, ” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ
કરી છે, એમ માનજો.”
અરેરે લખતાં લખતાં બહુ લખાઈ ગયું અને જો આમ હું લખતો
રહીશ તો બ્લોગર માંથી લેખક થઇ જઈશ એટલે બસ આટલુંજ વધુ માતૃભાષા પરનો પ્રેમ
આગળ ક્યારેક ——–
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો