Automated teller machine (એ.ટી.એમ)
એ.ટી.એમ.ને તો બધા ઓળખે જ છે. લોકો જેને
બોલચાલની ભાષામાં ‘ઓલ ટાઇમ મની’ કહે છે તે ખરેખર ‘ઓટોમેટેડ ટેલર મશીન’ એટલે કે સ્વયં સંચાલિત કેશિયર છે. આ ટેક્નોલોજીનું વિચારબીજ જન્મે તુર્કી
વૈજ્ઞાનિક લ્યુથર જ્યોર્જે છેક ઇસ. ૧૯૩૯માં વાવ્યું હતું.
વર્તમાન એ.ટી.એમ. વાપરવા માટે એક કાર્ડ હોય છે જેની
એક બાજુ ખાતેદારનું નામ, કાર્ડ નંબર વગેરે સંદર્ભ માહિતી હોય છે. જ્યારે
બીજી બાજુ ઘેરા કથ્થઇ રંગની એક ચુંબકીય પટ્ટી ઉપરાંત બીજી કેટલીક
માહિતી-સૂચનાઓ છાપી હોય છે.ચુંબકીય પટ્ટી પર વિવિધ માહિતી અંકિત કરવામાં
આવે છે જેમ કે બેંકનો નંબર, ખાતેદારનો નંબર વગેરે. જ્યારે કાર્ડ મશીનમાં ભરાવીએ
ત્યારે કાર્ડ રીડરનો ઉપયોગ કરી મશીન સઘળી માહિતી વાંચે છે. માહિતી વાંચવા
માટે જુદી જુદી સાંકેતિક ભાષાની જરૂર પડે છે.એ.ટી.એમ. મશીન એક ડેટા ટર્મિનલ
છે. ડેટા ટર્મિનલ યજમાન (હોસ્ટ) સર્વર (પ્રોસેસર) સાથે સંપર્ક કરી
માહિતીનો વિનિમય કરે છે. કાર્ડની ચુંબકીય પટ્ટી પરની માહિતી તેમજ પીનકોડ હોસ્ટ
સર્વર પર મોકલે છે. ચાંચિયાઓથી બચવા માટે બધી જ માહિતીનો વિનિમય સાંકેતિક
(એન્ક્રીપ્ટેડ) ભાષામાં જ થાય છે.
૧૯૬૧માં સીટી બેન્ક ઓફ ન્યુયોર્ક માં પ્રાયોગિક ધોરણે મુકવામાં
આવ્યું હતું ,પરંતુ છ મહિનામાં જ ગ્રાહકો એ આને નકારી કાઢ્યું હતું.
૧૯૬૬ માં ટોક્યો તથા જાપાનમાં પણ ઉપયોગ કરાયો હતો.
૧૯૬૭, ૨૭ જૂન લંડનમાં બકેર્લ બેન્કે પ્રયોગ કર્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો