મુલાકાત બદલ આભાર

સોમવાર, 14 જાન્યુઆરી, 2013

આલ્બર્ટ સ્વાઇત્ઝર



આલ્બર્ટ સ્વાઇત્ઝર 14 જાન્યુઆરી

વિજ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રે જાણીતા એવા આલ્બર્ટ સ્વાઇત્ઝરનો જન્મ 14/1/1875 ના રોજ જર્મનીમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીતનો ખૂબ શોખ હતો.આલ્બર્ટે પેરિસની વિશ્વવિદ્યાલયોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી તત્વજ્ઞાન,ધર્મમિમાંસા અને સંગીત એમ  ત્રણ વિષયોમાં પી એચ ડી. ની ડિગ્રી મેળવી.શિક્ષણ પૂર્ણ કરી તેમણે

ધર્મોપદેશક તરીકે કામ કર્યું. ડોકટર બની લોકોના રોગો નિવારવા માટે કૃતનિશ્વયી બનેલા આલ્બર્ટ સાધનામાં લીન થઇ ગયા અને પુસ્તકોમાં ડૂબી ગયાસાત વર્ષના પરિશ્રમ બાદ ડોકટર બન્યા.એમને હૈયે આફ્રિકાની ભૂમી અને એ ભૂમિના પુત્રો માટે ભારોભાર પ્રેમ હતો.ગાંધીજીની માફક તેઓ વિજ્ઞાન પર અવલંબિત પાશ્વાત્ય સંસ્કૃ-

તિના પ્રખર વિરોધી હતા. એમના જીવન દર્શનમાં  શારીરિક કે ભૌતિક સુખ જ નહી પરંતુ આધ્યાત્મિક સુખનો પણ સમાવેશ થાય છે. એમના ચિંતનમાં નિરાશાનો  સૂર જરૂર સાંપડે છે, છતાંય અદમ્ય  સ્ફૂર્તિથી ભોળી પ્રજા વચ્ચે રહીને એની સારસંભાળ લીધી છે. જિંદગીના છેલ્લા ત્રીસ વર્ષ માનવસેવામાં જ સમર્પિત કરી તેઓ વ્યક્તિ મટી સંસ્થાનું પ્રતીક બની ગયા હતા.ઇ.સ.1953 માં જયારે એમને નોબેલ પારિતોષિક મળ્યુ ત્યારે એમણે કહ્યુ હતું : સાચી શક્તિ કદી ગાજતી નથી, એ તો સૌમ્ય સરિતાના શીતળ પ્રવાહની માફક કાંઠે આવેલા સૌને શાંતિ અને સ્ફૂર્તિ આપે છે. ઇ.સ.1965 માં તેમનુ અવસાન થયું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો