કૃષ્ણલાલ ત્રિવેદી ૨૭ જાન્યુઆરી
પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્ર્ના સાગરકાંઠાનું ગામ ઘોઘામાં થયો હતો.ગરીબ
સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દ્દઢ નિર્ધાર કર્યો.મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ થયા કે તુરત જ કલાર્ક તરીકેની નોકરી સ્વીકારી,સાથે સાથે કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના પરિપાકરૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર થયા.અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી.કૃષ્ણલાલ
ઘેર ઘેર ફરી પ્લેગના દર્દીઓની સારવાર કરી. તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઇ પાર રહ્યો નહીં. તેમની આ નિ:સ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ઠાથી ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજયે મુખ્ય દીવાન તરીકે પસંદ કર્યાં.દરમિયાન રાજયમાં દુષ્કાળરૂપી આફતના ઓળાં ઉતરી આવ્યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિદ્યા તરફ ઊંડી અભિરુચિ હતી.કોઇપણ કાર્ય સંભાળવા તત્પર રહેતા અને સાંભળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડીજતા.પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે 27/1/1950 ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું ’દ્દઢ નિશ્વયથી ખંતપૂર્વક કામ કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો