મુલાકાત બદલ આભાર

રવિવાર, 10 માર્ચ, 2013

શિવરાત્રિ



શિવરાત્રિ

 

શિવરાત્રિ એટલે ભગવાન શંકર ને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ મહા વદ્  ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વવાપરયુગ નો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોર્તિલિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
મહાશિવરાત્રિ એ મંગલ અને કલ્યાણની રાત્રિ છે. ભારતમાં ભિન્ન ભિન્ન સ્થળોએ આવેલાં શિવાલયોમાં તથા બાર જયોતિર્લિંગનાં દર્શન અને પૂજનનો આજે પવિત્ર પાવન દિવસ છે.આ દિવસે શિવપૂજનથી પરમપદની પ્રાપ્તિ થાય છે. અનેક જન્મોનાં પુણ્યના પ્રભાવથી જે મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે, તેથી આજની આ શિવરાત્રિને ખરેખર શિવની જ રાત્રિ બનાવીએ.
શિવપુરાણમાં એક પૌરાણિક કથા પ્રમાણે એક પારધીમાં થયેલ હૃદયપરિવર્તન, કરુણાઓનું વચનપાલન અને વાત્સલ્ય જોઇ કરુણાની ગંગા વહે છે. આ કથા બધા જ શિવભકતોને વિદિત છે તેથી તેને દોહરાવતા નથી. શિવજી કામના રહિત અને સર્વેની મનોકામના પૂર્ણ કરનાર ભોળાનાથ છે.શિવરાત્રિ પર ઉપવાસ કરવામાં આવે છે. ઉપએટલે સમીપ અનેવાસએટલે બેસવું. શિવજી કહે છે, ‘શિવરાત્રિના દિવસે ઉપવાસ કરી શ્રદ્ધાપૂર્વક જે મારું પૂજન કરશે તેને આખું વર્ષ પૂજન કર્મનું ફળ મળશે.

2 ટિપ્પણીઓ: