મુલાકાત બદલ આભાર

શુક્રવાર, 10 ઑગસ્ટ, 2012

ગુજરાતના નેશનલ પાર્કગુજરાતના નેશનલ પાર્ક  

 નળસરોવર પક્ષી અભયારણ્ય

અનોખા અભયારણ્યમાં 250 પ્રકારના અનોખા પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં નળ સરોવરમાં દૂર દૂરથી પક્ષીઓ આવે છે. અહીંયા તમે માછલી પકડવાનો આનંદ પણ માણી શકો છો. અમુક પક્ષીઓ જેવા કે જૈકેન, મુરેહન તેમજ બતક વગેરે તો સરોવરમાં તરતાં જોવા મળી જાય છે.

પર્યટક બોટિંગનો આનંદ પણ માણતાં માણતાં દુરબીન વડે તે પક્ષીઓને જોઈ શકે છે જે સરોવરમાં રહે છે તેમજ પાણીની વચ્ચે આવેલા ઝાડ પર સુરક્ષીત સ્થાને પોતાના માળા બનાવીને રહે છે. તે સમય તો ખુબ જ સુંદર છે જ્યારે પાણીની લહેરો પર સુરજ આથમી રહ્યો હોય અને પક્ષીઓ પોતાના ઝુંડની સાથે પોતાના માળાઓ તરફ જઈ રહ્યાં હોય. રંગ-બેરંગી અને જુદા જુદા પ્રકારના કેટલાયે પક્ષીઓ આ અભયારણ્યમાં જોવા મળે છે. ગાઈડ દ્વારા આ સ્થળને ખુબ જ સારી રીતે જોઈ અને જાણી શકાય છે.          ગિરનું અભયારણ્ય


સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આ અભયારણ્ય આવેલ છે. આની વિશેષતા તે છે કે અહીંયા લગભગ 300 જેટલા સિંહ છે અને તે આ અભયારણ્યમાં ફરતી વખતે જોવા મળે છે. પથરાળ અને ડુંગરાળ વિસ્તારમાં સિંહ ફરતાં નજરે પડે છે. વન્ય જીવ સિંહ આજે વિશ્વમાં ઘણાં ઓછા જોવા મળે છે. અહીંયા ચિંકારા, નીલગાય, હરણ, સાબર વગેરે જોવા મળે છે.

ગીર નેશનલ પાર્ક એક અભયારણ્ય છે જ્યાં સિંહ રહે છે અને અહીંયા જુદા જુદા પ્રકારના વૃક્ષ પણ મળી આવે છે. પર્વતોમાંથી વહેતા ઝરણાં, નદીઓના રૂપે કેટલાયે જીવોને જીવનદાન પ્રદાન કરે છે.મરીન નેશનલ પાર્ક :


ગુજરાતમાં જામનગર વિસ્તારમાં મરીન નેશનલ પાર્ક આવેલ છે. મરીન અભયારણ્યના સરોવરના કિનારે મુંગા જોવા મળી જાય છે. ભારતના પક્ષીના ગ્રેટ ઈંડિયન બસ્ટર્ડ પણ અહીંયા જોવા મળે છે. આ જંગલમાં ખાસ કરીને બારહસિંઘા જોવા મળી આવે છે જે વિશ્વમાં ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે.

વનમાં જુદા જુદા પ્રકારના જળ જીવો પણ જોવા મળે છે જેવી રીતે કે કાચબા, નાની મોટી માછલીઓ, સીલ વગેરે. જુદા જુદા પ્રકારના વૃક્ષો પણ જોવા મળે છે.


વેળાવદર : કાળિયાર અભયારણ્ય 
 સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ  

રતનમહાલ : રીંછ અભયારણ્ય
 
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદજેસોર : રીંછ અભયારણ્ય 
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
 
ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.

 
વાંસદા : રાષ્‍ટ્રીય ઉદ્યાન
સ્‍થળ : વલસાડ જિલ્‍લો, બીલીમોરાથી 40 કિ. મી. ના વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વાઘ, દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા વગેરે.
સુવિધા : જાહેર બાંધકામ ખાતા અને પંચાયતનાં વિશ્રામગૃહો પણ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : બીલીમોરા.  


હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.

કેમેરા ફોન ના શોધકકેમેરા ફોન ના શોધક

 

જ્ન્મ @ ૧૬ માર્ચ,૧૯૬૨
ફિલીપ કાહન નો જન્મ ફ્રાન્સમાં થયો હતો . તેઓએ સ્ટારફીશ સોફટવેર ,લાઇટસર્ફ ટેકનોલોજી ,ગણિતશાસ્ત્ર ,વાયરલેસ ક્ષેત્ર જેવાં ઘણાં બધા પ્રોજેક્ટ પર સફળતા મેળવી છે.તેમને કેમેરા ફોન પર નોધપાત્ર શોધ કરી છે.તેઓચાર સોફ્ટવેર કંપની બનાવી જેમાં  બોરલન્ડ સ્ટારફીશ સોફ્ટવેર  જેને મોટોરોલા એ ૧૯૯૮માં ખરીદી , લાઇટસર્ફ ટેકનોલોજી   જેને વેરી સાઇન એ ૨૦૦૫માં ખરીદી અને ફૂલપાવર ટેકનોલોજી જેને ૨૦૦૩માં બનાવી છે.જાપાનમાં j ફોન, ડોકોમો ,અમેરિકામાં સ્પ્રીન્ટ , નોકિયા ,મોટોરોલા જેવી કંપનીઓએ તેમના સોફ્ટવેર ની મદદથી ફોન બનાવ્યા છે. તેમના પ્રયાસોથી બનેલ પ્રથમ ફોન વર્ષ ૨૦૦૦ માં જાપાનમાં વેચાણમાં મુકાયો હતો.

મંગળવાર, 17 જુલાઈ, 2012

ભક્ત કવિ નરસિંહ મહેતા


  • ભક્ત  કવિ નરસિંહ મહેતા

ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું. ભજન સિવાય તેમને કશામાં રસ પડતો ન હતો. ગૌરી સાથેના લગ્નથી તેમને ત્યાં પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો.
પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં. એક વાર મહેણું સહન ન થવાથી નરસિંહ મહેતા ઘર છોડી એકાંતમાં આવેલ ગોપીનાથ મહાદેવમાં ચાલ્યા ગયા. ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી પ્રગટ થયા અને એમને રાસલીલાનાં દર્શન કરાવ્યાં. શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કર્યા ત્યારથી તેમને કૃષ્ણભક્તિની લગની લાગી. પોતાની અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી. એમણે આશરે ૧૫૦૦ થી વધારે પદો રચ્યાં જેમાં પુત્ર શામળશાનો વિવાહ, પુત્રી કુંવરબાઈનું મામેરું, હુંડીનો પ્રસંગ, હારનો પ્રસંગ, શ્રાદ્ધ, જેવા સ્વાનુભવાત્મક પ્રસંગો ઉપરાંત વસંતનાં પદો, હિંડોળાનાં પદો, કૃષ્ણભક્તિનાં પદો, સુદામાચરિત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેમની સૌથી સુપ્રસિદ્ધ રચના વૈષ્ણવ જન, જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી, ભાગ્યે જ કોઈ અજાણ હશે.
સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં.
એમની દીકરી કુંવરબાઇના મામેરા વખતે વડસાસુએ લાંબુંલચ લિસ્ટ લખીને કુંવરબાઇના હાથમાં આપી દીધું. કુંવરબાઇ રડતાં-રડતાં પિતાજીની પાસે આવ્યાં ત્યારે નરસિંહ મહેતા એક જ વાકય બોલ્યા, ‘મારો કૃષ્ણ બેઠો છે પછી શાની ચિંતા.અને ભગવાન દ્વારિકાધીશે ખરેખર લિસ્ટમાં લખેલી બધી જ વસ્તુ તેમના આંગણે પહોંચાડી.
એક વાર એમના વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા, ‘થોડું ઠંડું પાણી હોય તો આપોને.ત્યારે વેવાણે મહેણું માર્યું, ‘તમે તો ભગવાનના ભગત છો તો વરસાદ વરસાવોનેઅને મહેતાજીએ હાથમાં કરતાલ લઇ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ પલટાઇ ગયું અને મૂશળધાર વરસાદ તૂટી પડયો. 
જયારે એમના ઉપર ચોરીનો આરોપ આવ્યો ત્યારે ભગવાન દ્વારિકાધીશે મહેતાજીને નિર્દોષ સાબિત કરવા માટે ગળામાં હાર પહેરાવ્યો. આ જોઇને રાજા ચરણમાં ઝૂકી પડયો.
આ જ રીતે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા લઇને શામળશા શેઠના નામે હૂંડી લખી આપી અને ભગવાન દ્વારિકાધીશે શામળશા શેઠનો વેશ ધરીને હૂંડીનાં બધાં જ નાણાં યાત્રીઓને ચૂકવી આપ્યાં.
શામળશાનો વિવાહ, પત્નીનું મરણ, પિતાજીનું શ્રાદ્ધ, બ્રાહ્મણ હોવા છતાં હરિજનવાસમાં ભજન ગાવા બદલ જ્ઞાતિએ કરેલો બહિષ્કાર આવા અનેક પ્રસંગોએ એમની શ્રદ્ધા હાલી નહીં પરંતુ દૃઢ જ રહી અને એથી ચમત્કારોનું સર્જન થયું.

Automated teller machine (એ.ટી.એમ)


  • Automated teller machine (એ.ટી.એમ) 


  
એ.ટી.એમ.ને તો બધા ઓળખે જ છે. લોકો જેને બોલચાલની ભાષામાં ઓલ ટાઇમ મનીકહે છે તે ખરેખર ઓટોમેટેડ ટેલર મશીનએટલે કે સ્વયં સંચાલિત કેશિયર છે. આ ટેક્નોલોજીનું વિચારબીજ જન્મે તુર્કી વૈજ્ઞાનિક લ્યુથર જ્યોર્જે  છેક ઇસ. ૧૯૩૯માં વાવ્યું હતું.
વર્તમાન એ.ટી.એમ. વાપરવા માટે એક કાર્ડ હોય છે જેની એક બાજુ ખાતેદારનું નામ, કાર્ડ નંબર વગેરે સંદર્ભ માહિતી હોય છે. જ્યારે બીજી બાજુ ઘેરા કથ્થઇ રંગની એક ચુંબકીય પટ્ટી ઉપરાંત બીજી કેટલીક માહિતી-સૂચનાઓ છાપી હોય છે.ચુંબકીય પટ્ટી પર વિવિધ માહિતી અંકિત કરવામાં આવે છે જેમ કે બેંકનો નંબર, ખાતેદારનો નંબર વગેરે. જ્યારે કાર્ડ મશીનમાં ભરાવીએ ત્યારે કાર્ડ રીડરનો ઉપયોગ કરી મશીન સઘળી માહિતી વાંચે છે. માહિતી વાંચવા માટે જુદી જુદી સાંકેતિક ભાષાની જરૂર પડે છે.એ.ટી.એમ. મશીન એક ડેટા ટર્મિનલ છે. ડેટા ટર્મિનલ યજમાન (હોસ્ટ) સર્વર (પ્રોસેસર) સાથે સંપર્ક કરી માહિતીનો વિનિમય કરે છે. કાર્ડની ચુંબકીય પટ્ટી પરની માહિતી તેમજ પીનકોડ હોસ્ટ સર્વર પર મોકલે છે. ચાંચિયાઓથી બચવા માટે બધી જ માહિતીનો વિનિમય સાંકેતિક (એન્ક્રીપ્ટેડ) ભાષામાં જ થાય છે.
૧૯૬૧માં સીટી બેન્ક ઓફ ન્યુયોર્ક માં પ્રાયોગિક ધોરણે મુકવામાં આવ્યું હતું ,પરંતુ છ મહિનામાં જ ગ્રાહકો એ આને નકારી કાઢ્યું હતું.
૧૯૬૬ માં ટોક્યો તથા જાપાનમાં પણ ઉપયોગ કરાયો હતો.
૧૯૬૭, ૨૭ જૂન લંડનમાં બકેર્લ બેન્કે પ્રયોગ કર્યો હતો.

ગુરુવાર, 12 જુલાઈ, 2012

મોઢેરાનુ વિશ્વ પ્રસિધ્ધ સૂર્યમંદિર


  • મોઢેરાનુ વિશ્વ પ્રસિધ્ધ સૂર્યમંદિર

અમદાવાદથી લગભગ સો કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારેમોઢેરાના વિશ્વ પ્રસિધ્ધ સૂર્ય મંદિર આવેલુ છે. એવુ અનુમાન છે કે આ મંદિરનુ નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમ (ઈસા પૂર્વ ૧૦૨૨ -૧૦૬૩ માં) એ કરાવ્યુ હતુ. જેની પૂર્તિ એક શિલાલેખ કરે છે. જે મંદિરના ગર્ભગૃહની દિવાલ પર છે, જેમા લખવામાં આવ્યુ છે કે ઈસ પૂર્વ ૧૦૨૫ -૧૦૨૬  ઈસ પૂર્વઆ એજ સમય હતો જ્યારે સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોને વિદેશી આક્રમણકર્તા મહેમૂદ હમદ ગઝનીએ પોતાના કબ્જે કરી લીધી હતી. ગજનીના આક્રમણના પ્રભાવના આધીન થઈને સોલંકીઓએ પોતાની શક્તિ અને વૈભવને ગુમાવી દીધી હતી.


.
સોલંકી, ‘સૂર્યવંશીહતા, તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ત્રણ સૂર મંદિર છે, જેમા પહેલા ઉડીસાનુ કોણાર્ક મંદિર, બીજુ જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજુ ગુજરાતનુ મોઢેરાનુ સૂર્ય મંદિર.
શિલ્પકલાન અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને ભીમદેવને બે ભાગોમાં બનાવડાવ્યુ હતુ. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનુ છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ ૫૧  ફૂટ અને 9૯ ઈંચ અને પહોળાઈ ૨૫  ફૂટ ૮  ઈંચ છે.
મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતર્યા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે.
આ મંદિરનુ નિર્માણ કંઈક એ રીતે કરવામાં આવ્યુ છે કે જેમા સૂર્યોદય થતા સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહ પર પડે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલુ છે. જેને લોકો સૂર્યકુંડ કે રામકુંડના નામે ઓળખે છે.
અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી. વર્તમાનમાં ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધુ છે.
  • ઈતિહાસમાં પણ મોઢેરાનો ઉલ્લેખ

સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણના મુજબ પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો સમગ્ર વિસ્તાર ઘર્મરન્યના નામે ઓળખાતો હતો. પુરાણો મુજબ ભગવાન શ્રીરામે રાવણના સંહાર પછી પોતાના ગુરૂ વશિષ્ઠને એક એવુ સ્થાન બતાવવા માટે કહ્યુ જ્યા જઈને તેઓ પોતાની આત્માની શુધ્ધિ અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવી શકે. ત્યારે ગુરૂ વશિષ્ઠે શ્રીરામને ધર્મરન્યજવાની સલાહ આપી હતી. આ જ ક્ષેત્ર આજે મોઢેરાના નામે ઓળખાય છે.
કેવી રીતે પહોંચવું ?
રોડ  – આ મંદિર અમદાવાદથી 102 કિલોમીટરના અંતરે આવેલુ છે. અમદાવાદથી અહી જવા માટે બસ અને ટેક્સીની સુવિદ્યા પણ મળી રહે છે.
રેલનજીકનુ રેલ્વે સ્ટેશન અમદાવાદ લગભગ 102 કિમીના અંતર પર આવેલુ છે.
હવાઈ નજીકનુ એયરપોર્ટ અમદાવાદ છે.

કુંભ મેળા નો ઈતિહાસ

  • કુંભ મેળા નો ઈતિહાસ

 

હરિદ્વારમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના પવિત્ર દિવસથી પૂર્ણ કુંભમેળાનો પ્રારંભ થઈ ગયો છે.હરિદ્વારનો કુંભમેળો સાડા ત્રણ મહિના ચાલવાનો છે અને બીજાં ૧૦ મળી કુલ ૧૧ સ્નાન થશે.
કુંભમેળાની શરૃઆત કઈ રીતે થઈ તેનો ઈતિહાસ અત્યંત રસપ્રદ છે.હિન્દુ માન્યતા
પ્રમાણે દેવો-દાનવોએ અમરત્વ પામવા માટે અમૃતકુંભ મેળવવા સમુદ્રમંથન કર્યું હતું અને સમુદ્રમંથન પછી અમૃતકુંભ મળ્યો તે પછી મોહિનીરૃપ ધારણ કરીને આવેલા વિષ્ણુએ ચાલાકીથી દેવોને અમૃત આપી અમરત્વ આપ્યું પછી કુંભને પામવા માટે આકાશમાં બાર દિવસ અને બાર રાત્રિ સુધી યુદ્ધ થયું હતું. મોહિનીરૃપ ધારણ કરીને આવેલા વિષ્ણુ કુંભ લઈને ભાગ્યા ત્યારે તેમાંથી થોડાંક ટીપાં ચાર સ્થળે પડયાં હતાં. આ ચાર સ્થળો એટલે પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. આ ચાર સ્થળો પર અમૃતનાં ટીપાં પડયાં તેથી તેમને પણ અમરત્વ મળ્યું અને દાનવો સાથે બાર વર્ષ યુદ્ધ ચાલ્યું હતું તેથી દર બાર વર્ષે વારાફરતી આ સ્થળોએ કુંભમેળો યોજાય છે.

કષ્ટભંજન હનુમાનજી,સાળંગપુર


  • કષ્ટભંજન હનુમાનજી,સાળંગપુર

 

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે.
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્‍થાનનું મંદિર છે. તેમાં સ્‍વામી સહજાનંદ, સ્‍વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્‍વામી સહજાનંદ સ્‍વામીનાં પગલાં છે અને અન્‍ય મંદિર રાધાકૃષ્‍ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્‍વ છે.
કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. શનિવારે અહીંયા ખુબ જ મોટો મેળાવડો જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે
  • સાળંગપુરનો ઈતિહાસ

સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને
ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે, સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.
સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યાર બાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850 એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં જ કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા. આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી. બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં દુ:ખ દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું

મંગળવાર, 10 જુલાઈ, 2012

તુલસીશ્યામ
  • તુલસીશ્યામભારતના પશ્ચિમ ભાગના રાજ્ય ગુજરાતમાં આવેલ જુનાગઢ શહેરથી માત્ર 123 કિ.મી. દૂર આવેલ તુલસીશ્યામ. સુંદર ઉપવન છે. આ સ્થળ ઉનાથી તો માત્ર 29 કિ.મી. જ દૂર છે. કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ વગેરે જોવા મળી આવે છે. આ જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે. જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને તુલસીશ્યામ જઇ શકાય છે. આ માર્ગે વચ્ચે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થસ્થળો પણ આવે છે.

એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાવ્યા હતાં અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાને તેને વરદન આપી દિધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે.

જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતાં. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપવાન તો નહી જ ને. તેમણે નારદને પુછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો. હવે વિષ્ણું તેનો સાગરલોક છોડીને વિષ્ણુંલોકમાં પાછા ફર્યા.અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયાં. બીજી બાજુ વૃંદાને સ્વપ્નું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાત્રી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું તે તારા પતિનુ મૃત્યું થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યું થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે.

વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહિ. વિષ્ણુંએ તેને વરદાન આપ્યું કે તુ વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારૂ મહત્વ રહેશે. તુ પ્રાણીઓની પીડાને ઓછી કરીશ. તુ તુલસીરૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા. અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ.

તુલસીશ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે અને કોઈ ગામ નથી. અહીંયા ભાદરવી સુદ અગિયારસના દિવસે જલઝિલણીનો મોટો મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.

રવિવાર, 8 જુલાઈ, 2012

ગુજરાતનું સુંદર હિલ સ્ટેશન

ગુજરાતનું સુંદર હિલ સ્ટેશન
સાપુતારા એક હિલ સ્ટેશન છે જે ગુજરાતની અંદર ડાંગ જીલ્લાની સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે.તેનો વિસ્તાર 1,725 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખુબ જ સુંદર રહે છે અને વળી ગરમીમાં પણ 28 ડીગ્રીથી વધુ તાપમાન ત્યાં નથી હોતુ. તેથી તો ઉનાળામાં તે રજાઓ ગાળવા માટેનું સુંદર સ્થળ છે. ત્યાં જવા માટેનો ઉત્તમ સમય માર્ચ અને નવેમ્બર વચ્ચેનો છે છતાં પણ તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઇ શકો છો.


સાપુતારાનો નકશો ખુબ જ સુંદર છે. સાપુતારાના રસ્તાઓ સર્પ આકારાના છે તેથી તેનું નામ સાપુતારા પડ્યું છે. સપુતારામાં હોટલો, મ્યુઝીયમ, તળાવો, બગીચાઓ વગેરેને જાણે કે ખુબ જ સુંદર રીતે ગોઠવણ કરીને બનાવ્યાં હોય તેવું લાગે છે. વળી ત્યાં બધા જ પ્રકારની ફેસેલીટી પણ મળી રહે છે. ડાંગ જીલ્લો ખાસ કરીને વાંસના જંગલો માટે વધું પ્રખ્યાત છે. તેથી ત્યાં વાંસની વસ્તુઓ ખુબ જ સુંદર મળે છે.

સાપુતારામાં સાપ ખુબ જ જોવા મળે છે. ત્યાંનાં ગામડાનાં રહેવાસીઓ આ સર્પની પ્રસંગોપાત પુજા કરે છે અને ખાસ કરીને હોળીના સમયે. ત્યાંના લોકોનું નૃત્ય પણ ખુબ જ સુંદર અને જોવાલાયક હોય છે. ડાંગ જીલ્લામાં ખાસ કરીને આદીવાસીઓની વસ્તી વધું જોવા મળે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત એટલો સુંદર દેખાય છે જાણે કે સુરજ આપણી એકદમ નજીક હોય તેવું લાગે છે. તે સમયે જાણે કે આપણે કોઇ અલૌકિક નજરાણું જોતા હોઇએ તેવો અદભુત અનુભવ થાય છે. અહીંયા તળાવો પણ ખુબ જ સુંદર છે. તળાવોની આજુબાજુ ઉંચા પર્વતો અને હરીયાળી એટલી બધી છે કે ત્યાંની બોટીંગની મજા કઇક અનોખી જ લાગે છે.

સાપુતારામાં આવ્યાં બાદ આપણને એવો અનુભવ થાય છે કે જાણે આપણે કુદરતના ખોળામાં આવી ગયાં હોય. વળી ત્યાં સુંદર બગીચાઓ પણ છે તેમાંય વળી ગુલાબના બગીચાઓ તેની શોભામાં વધારો કરે છે. તેથી આ સ્થળ રજાઓ ગાળવા માટે ઉત્તમ છે.

૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન


  • ૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન

૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઉજવાય છે .આ દિવસ ઘણી ખરી જગ્યાએ ઉજવાયો પણ કઈ ખાસ લોકોને તેના વિશે જાણવા ન મળ્યું. આ માટે જવાબદાર કોણ સરકાર, જાગૃત સમાજ ,સાહિત્યકારો , વર્તમાનપત્રો  કે આપણે સૌ.
વેલેનટાઇન ડે, મધર્સ ડે , ફાધર ડે, રોઝ ડે જેવાં અનેક ડે લોકો ધ્વારા ઉજવવામાં આવે છે અને સભ્ય સમાજ ધ્વારા તેની ટીકા પણ જોરશોરથી થતી પણ હોય છે. આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન માટે કોઈ ઉજવણી કે ટીકા ન થઇ તેનું કારણ વિચારવા જેવું છે .આપણા દેશમાં જેની ટીકા જે ચર્ચા થાય તેને જ લોકો વાંચે કે માને તો આ માટે વર્તમાનપત્રોએ  ખોટી  તો ખોટી ટીકા કે ચર્ચા કરવીજ જોઈએ  જેથી વધુ ને વધુ લોકો આ વિશે જાણે અને માતૃભાષાનુ  સન્માન કરે.
ગુજરાતમાં આપણે માતૃભાષાની એટલી કદર નથી કરતાં પણ દક્ષિણ ભારતમા  લોકો ૯૦ થી ૧૦૦ ટકા શિક્ષિત હોવા છતા ત્યાં આવતા પ્રવાસીઓ કે વેપારી મિત્રો સાથે હિન્દી કે અંગ્રજી આવડતી હોવા છતા તેમની માતૃભાષામાંજ વાતચીત કરવાનું પસંદ કરે છે. ત્યાંનાં દરેકને અંગેજી આવડતી હોવા છતાં તેમની માતૃભાષા છોડતા નથી આને કહેવાય માતૃભાષા પ્રેમ તેઓ રોજે રોજ માતૃભાષા દિન ઉજવે છે.
ગઈ દિવાળીમાં અમે કેરલ ફરવા ગયા .ત્યાં રેલ્વે સ્ટેશન પરથી જ વાતચીતમાં જાણ્યું કે અહીના કાળીયા મિત્રો હિન્દી અંગ્રેજી જાણતા હોવા છતાં તેઓ તેમની માતૃભાષા માંજ બોલે છે ,ત્યાંજ અમે નક્કી કર્યું કે આ કાળિયા મિત્રોને એકવાર તો હિન્દીમાં અને વધુ પ્રયત્ને ગુજરાતીમાં પણ બોલવા મજબુર કરવા જ છે. અને અમે જયારે ખરીદીમાં ગયા ત્યારે જે કાળિયા મિત્રો હિન્દીમાં બોલે તેની પાસે થીજ વસ્તુ ખરીદવી તેવું નક્કી કર્યું અને તેઓ પણ વેપાર ની લાલચમાં હિન્દી બોલ્યા અને કેટલાંક જોડે આવજો બોલાવ્યું. આપણે સૌએ માતૃભાષામાં તો બોલવું જ જોઈએ પણ જ્યાં સામી વ્યક્તિ ને સમજણ ન પડે ત્યાં હિન્દી કે અંગેજી બોલવામાં કોઈ ગુનો કે આપણી ભાષા નીચી ન થઈ જાય .
કોચીમાં હોટલ મેનેજર સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે અહિયા જો કોઈ દુકાન કે હોટલનું બોર્ડ હિન્દી કે અંગ્રજીમાં રાખેતો ભાષા વિરોધી આંતકીઓ તે બોર્ડ તોડી નાંખે છે. જયારે આપણી પડોશ માં કોઈ કાળિયા મિત્ર રેહવા આવે તો તેની સરળતા માટે આપણે હિન્દી કે અંગેજીમાં વાતચીત કરીએ છીએ ,ભલેને આવડે કે ના આવડે  શા માટે આપણને આપણી માતૃભાષા પ્રત્યે પેમ નથી.
મારવાડી ,સિંધી,પંજાબી,તમિલ,મરાઠી,બંગાળી દેશમાં ગમે ત્યાં રહેતા હોય ગુજરાતમાં હોય તો પણ તેઓ તેમની ભાષા બોલવાનું છોડતાં નથી જયારે આપણે અંગેજી તરફ લપસી ગયા છીએ.વિશ્વનો કોઈપણ સાહિત્યકાર,લેખક ,કવિ,તત્વચિંતક ,વેપારી હોય તેને સપનાં કે વિચારો માત્ર ને માત્ર તેની જ માતૃભાષામાં જ આવે છે  નહીં કે અંગેજીમાં .તમે પણ તે વિશે વિચારી જોજો.
ફાધર વાલેસ કહે છે, ” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો.
અરેરે લખતાં લખતાં બહુ લખાઈ ગયું અને જો આમ હું લખતો રહીશ તો બ્લોગર માંથી લેખક થઇ જઈશ એટલે બસ આટલુંજ વધુ માતૃભાષા પરનો પ્રેમ આગળ ક્યારેક ——–

શુક્રવાર, 29 જૂન, 2012

૨૭ માર્ચ , વિશ્વ રંગભૂમિ દિન


૨૭ માર્ચ , વિશ્વ રંગભૂમિ દિન


૨૭મી માર્ચ ને વિશ્વ રંગભૂમિ દિન તરીકે ઉજવણી થાય છે. તા. ૨૭-૩-૧૯૬૨ માં પ્રથમ વખત વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી થઇ હતી.
પહેલાં એવો સમય હતો કે લોકો નાટક જોવાનું પસંદ કરતાં નહી.પણ હવે સમય બદલાયો છે મેં જોયું છે કે અમદાવાદમાં જે નાટક ઠાકોરભાઈ દેસાઈ ,ટાઉન હોલમાં આવશે તેની જાહેરાત થાય અને પ્રથમ દિવસેજ ટીકીટો બધી વેચાઈ જાય અને શો પહેલાં જ હાઉસ ફૂલ થઇ જાય .આજે નવા ફિલ્મો માં પણ આવું જોવા મળતું નથી માટે હવે લોકો નાટક જોવા તરફ વળ્યા છે અને નવા નાટકો આવતા રહે છે ,નાટક માટે કલાકારો મુંબઈ થી અમદાવાદ આવે છે.હું પણ નાટકો નો શોખીન છું એમાં કોમેડી નાટક મારા ફેવરીટ છે .મેં જોયેલા અને પસંદ હોય તેવા કેટલાંક નામ પ્રીત પીયુ ને પાનેતર ,હવે તો માની જાવ, જલસા કરો જયંતિલાલ, ડાહ્યાભાઈ દોઢ ડાહ્યા ,મણીબેન.કોમ ,મુંબઈમાં લીલા લહેર છે,ગોલમાલ,બાએ મારી બાઉન્ડ્રી, બળવંત અને બબલી,કાકાની કમાણી પડોશનમાં સમાઈ, મને મારી બૈરીથી થી બચાવો,હું તો પરણીને પસ્તાયો,એક આકર્ષણ તેજાબી,અલવિદા ડાર્લિંગ , એક મૂર્ખ ને એવી ટેવ, બાર આવ તારી બૈરી બતાવું, હું પૈસાનો પરમેશ્વર,છકો મકો, બા રીટાયર્ડ થાય છે,તોફાની ત્રિપુટી.
નાટકોને લોકપ્રિય બનાવવા માટે આયોજકો,કલાકારો,કલ્ચરલ ગ્રુપ,લેખકો,નાટ્ય ગૃહો જેવાં કેટલાય લોકોનાં પ્રયાસ આભાર માનવા યોગ્ય છે.
ગુજરાતી તખ્તાના જગમગ તારલાઓ
૧ -રણછોડભાઈ ઉદયરામ -ગુજરાતી રંગભૂમિના પિતામહ કહેવાતા રણછોડભાઈ નો જન્મ મહુધામાં થયો હતો. તેમને શેક્સપીયર નાં નાટકોથી પ્રેરાઈને નવા નાટકો બનાવાનો પ્રયાસ કર્યો. તેમણે નવા નાટકો માટે મુંબઈ ગુજરાતી નાટક મંડળી બનાવી. તેમનાં ભજવેલાં નાટકોમાં રત્નાવલી નાટિકા, રાસમાળા ૧ તથા ૨ ,લલિતા દુઃખદર્શક , રણપિંગળ લોકોને ખૂબ પસંદ પામ્યા હતાં.
૨- જયશંકર સુંદરી’ – તેમનું મૂળ નામ જયશંકર ભોજક પણ એકવાર તેઓ સૌભાગ્ય સુંદરીનાટક માં સ્ત્રીની ભૂમિકા ભજવી અને લોકોએ ખૂબ વખાણી અને ત્યારથી જ સુંદરી નાં ઉપનામ થી ઓળખ્યા. તેમણે લગભગ ૩૦ વર્ષ સુધી મોટા ભાગના નાટકોમાં સ્ત્રીની ભૂમિકા ભજવી. તેમની યાદમાં અમદાવાદના રાયખડ વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ બનાવવામાં આવ્યો છે. તેમને ૧૯૭૧ માં પદ્મભૂષણ સન્માન અપાયું હતું.
૩ -  પ્રવીણ જોષી આધુનિક રંગભુમિ માં જેમનો મોટો ફાળો ગણાય તે છે પ્રવીણ જોષી.સંતુ રંગીલી થી લોકો તેમને વધુ જાણતા થયા.તેમણે અભિનેતા,દિગ્દર્શક ,નિર્માતા જેવાં તમામ નાનાં મોટા કાર્યો થી રંગભૂમિનાં નવા શિખરો સર કર્યા. તેમનાં નાટકોમાં ચંદરવો, મોસમ છલકે, માણસ નામે કારીગર, મોગરાના સાપ, સપ્તપદી લોકોએ ખૂબ ગમ્યા હતાં.
આ સિવાય પણ કેટ કેટલાય લોકોએ તેમનું લોહી ગુજરાતી રંગભૂમિ માટે રેડ્યું તેમના કેટલાંક નામ કાંતિ મડિયા,ચં.ચી મહેતા,જશવંત ઠાકર ,અમૃત કેશવ નાયક , મુળજીભાઇ,વાઘજીભાઈ, બાપુલાલ, હેમુભાઈ , કેખુશરૂ કાબરાજી ,પ્રાણલાલ, નાનાલાલ , મુન્ની બાઈ, દિના પાઠક, વજુભાઈ, દામિની મહેતા, ધનસુખલાલ,શૈલેષ દવે, અરવિંદ વૈદ્ય , સુભાષ શાહ, ઉષા બહેન ,શફી ઈનામદાર, વિનોદ જાની ,રાગી જાની ,કેતકી દવે,રસિક દવે,દેવેન ભોજાણી ,સરિતા જોષી ,જમનાદાસ મજેઠીયા,મેહુલ બુચ ,નિર્મિશ ઠાકર,સમીર રાજડા,મુકેશ રાવલ,રૂપા દિવેટિયા,હોમી વૈદ્ય,
જો આપનાં શહેરમાં નાટક આવેતો એકવાર જરૂર જોવા જજો અને જો સારું લાગે તો જરૂર તેઓને બિરદાવજો જેથી ૨૭ માર્ચ નાં દિવસ ની ઉજવણી ની રાહ નહી જોવી પડે અને રોજે રોજ વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી થશે.