મુલાકાત બદલ આભાર

શુક્રવાર, 10 ઑગસ્ટ, 2012

ગુજરાતના નેશનલ પાર્ક



ગુજરાતના નેશનલ પાર્ક  

 નળસરોવર પક્ષી અભયારણ્ય





અનોખા અભયારણ્યમાં 250 પ્રકારના અનોખા પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં નળ સરોવરમાં દૂર દૂરથી પક્ષીઓ આવે છે. અહીંયા તમે માછલી પકડવાનો આનંદ પણ માણી શકો છો. અમુક પક્ષીઓ જેવા કે જૈકેન, મુરેહન તેમજ બતક વગેરે તો સરોવરમાં તરતાં જોવા મળી જાય છે.

પર્યટક બોટિંગનો આનંદ પણ માણતાં માણતાં દુરબીન વડે તે પક્ષીઓને જોઈ શકે છે જે સરોવરમાં રહે છે તેમજ પાણીની વચ્ચે આવેલા ઝાડ પર સુરક્ષીત સ્થાને પોતાના માળા બનાવીને રહે છે. તે સમય તો ખુબ જ સુંદર છે જ્યારે પાણીની લહેરો પર સુરજ આથમી રહ્યો હોય અને પક્ષીઓ પોતાના ઝુંડની સાથે પોતાના માળાઓ તરફ જઈ રહ્યાં હોય. રંગ-બેરંગી અને જુદા જુદા પ્રકારના કેટલાયે પક્ષીઓ આ અભયારણ્યમાં જોવા મળે છે. ગાઈડ દ્વારા આ સ્થળને ખુબ જ સારી રીતે જોઈ અને જાણી શકાય છે.



          ગિરનું અભયારણ્ય


સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આ અભયારણ્ય આવેલ છે. આની વિશેષતા તે છે કે અહીંયા લગભગ 300 જેટલા સિંહ છે અને તે આ અભયારણ્યમાં ફરતી વખતે જોવા મળે છે. પથરાળ અને ડુંગરાળ વિસ્તારમાં સિંહ ફરતાં નજરે પડે છે. વન્ય જીવ સિંહ આજે વિશ્વમાં ઘણાં ઓછા જોવા મળે છે. અહીંયા ચિંકારા, નીલગાય, હરણ, સાબર વગેરે જોવા મળે છે.

ગીર નેશનલ પાર્ક એક અભયારણ્ય છે જ્યાં સિંહ રહે છે અને અહીંયા જુદા જુદા પ્રકારના વૃક્ષ પણ મળી આવે છે. પર્વતોમાંથી વહેતા ઝરણાં, નદીઓના રૂપે કેટલાયે જીવોને જીવનદાન પ્રદાન કરે છે.



મરીન નેશનલ પાર્ક :


ગુજરાતમાં જામનગર વિસ્તારમાં મરીન નેશનલ પાર્ક આવેલ છે. મરીન અભયારણ્યના સરોવરના કિનારે મુંગા જોવા મળી જાય છે. ભારતના પક્ષીના ગ્રેટ ઈંડિયન બસ્ટર્ડ પણ અહીંયા જોવા મળે છે. આ જંગલમાં ખાસ કરીને બારહસિંઘા જોવા મળી આવે છે જે વિશ્વમાં ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે.

વનમાં જુદા જુદા પ્રકારના જળ જીવો પણ જોવા મળે છે જેવી રીતે કે કાચબા, નાની મોટી માછલીઓ, સીલ વગેરે. જુદા જુદા પ્રકારના વૃક્ષો પણ જોવા મળે છે.


વેળાવદર : કાળિયાર અભયારણ્ય 
 સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.




ઘુડખર અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ  

રતનમહાલ : રીંછ અભયારણ્ય
 
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ







જેસોર : રીંછ અભયારણ્ય 
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
 
ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.

 
વાંસદા : રાષ્‍ટ્રીય ઉદ્યાન
સ્‍થળ : વલસાડ જિલ્‍લો, બીલીમોરાથી 40 કિ. મી. ના વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વાઘ, દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા વગેરે.
સુવિધા : જાહેર બાંધકામ ખાતા અને પંચાયતનાં વિશ્રામગૃહો પણ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : બીલીમોરા.  


હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો