મુલાકાત બદલ આભાર

શુક્રવાર, 29 જૂન, 2012

૨૭ માર્ચ , વિશ્વ રંગભૂમિ દિન


૨૭ માર્ચ , વિશ્વ રંગભૂમિ દિન


૨૭મી માર્ચ ને વિશ્વ રંગભૂમિ દિન તરીકે ઉજવણી થાય છે. તા. ૨૭-૩-૧૯૬૨ માં પ્રથમ વખત વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી થઇ હતી.
પહેલાં એવો સમય હતો કે લોકો નાટક જોવાનું પસંદ કરતાં નહી.પણ હવે સમય બદલાયો છે મેં જોયું છે કે અમદાવાદમાં જે નાટક ઠાકોરભાઈ દેસાઈ ,ટાઉન હોલમાં આવશે તેની જાહેરાત થાય અને પ્રથમ દિવસેજ ટીકીટો બધી વેચાઈ જાય અને શો પહેલાં જ હાઉસ ફૂલ થઇ જાય .આજે નવા ફિલ્મો માં પણ આવું જોવા મળતું નથી માટે હવે લોકો નાટક જોવા તરફ વળ્યા છે અને નવા નાટકો આવતા રહે છે ,નાટક માટે કલાકારો મુંબઈ થી અમદાવાદ આવે છે.હું પણ નાટકો નો શોખીન છું એમાં કોમેડી નાટક મારા ફેવરીટ છે .મેં જોયેલા અને પસંદ હોય તેવા કેટલાંક નામ પ્રીત પીયુ ને પાનેતર ,હવે તો માની જાવ, જલસા કરો જયંતિલાલ, ડાહ્યાભાઈ દોઢ ડાહ્યા ,મણીબેન.કોમ ,મુંબઈમાં લીલા લહેર છે,ગોલમાલ,બાએ મારી બાઉન્ડ્રી, બળવંત અને બબલી,કાકાની કમાણી પડોશનમાં સમાઈ, મને મારી બૈરીથી થી બચાવો,હું તો પરણીને પસ્તાયો,એક આકર્ષણ તેજાબી,અલવિદા ડાર્લિંગ , એક મૂર્ખ ને એવી ટેવ, બાર આવ તારી બૈરી બતાવું, હું પૈસાનો પરમેશ્વર,છકો મકો, બા રીટાયર્ડ થાય છે,તોફાની ત્રિપુટી.
નાટકોને લોકપ્રિય બનાવવા માટે આયોજકો,કલાકારો,કલ્ચરલ ગ્રુપ,લેખકો,નાટ્ય ગૃહો જેવાં કેટલાય લોકોનાં પ્રયાસ આભાર માનવા યોગ્ય છે.
ગુજરાતી તખ્તાના જગમગ તારલાઓ
૧ -રણછોડભાઈ ઉદયરામ -ગુજરાતી રંગભૂમિના પિતામહ કહેવાતા રણછોડભાઈ નો જન્મ મહુધામાં થયો હતો. તેમને શેક્સપીયર નાં નાટકોથી પ્રેરાઈને નવા નાટકો બનાવાનો પ્રયાસ કર્યો. તેમણે નવા નાટકો માટે મુંબઈ ગુજરાતી નાટક મંડળી બનાવી. તેમનાં ભજવેલાં નાટકોમાં રત્નાવલી નાટિકા, રાસમાળા ૧ તથા ૨ ,લલિતા દુઃખદર્શક , રણપિંગળ લોકોને ખૂબ પસંદ પામ્યા હતાં.
૨- જયશંકર સુંદરી’ – તેમનું મૂળ નામ જયશંકર ભોજક પણ એકવાર તેઓ સૌભાગ્ય સુંદરીનાટક માં સ્ત્રીની ભૂમિકા ભજવી અને લોકોએ ખૂબ વખાણી અને ત્યારથી જ સુંદરી નાં ઉપનામ થી ઓળખ્યા. તેમણે લગભગ ૩૦ વર્ષ સુધી મોટા ભાગના નાટકોમાં સ્ત્રીની ભૂમિકા ભજવી. તેમની યાદમાં અમદાવાદના રાયખડ વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ બનાવવામાં આવ્યો છે. તેમને ૧૯૭૧ માં પદ્મભૂષણ સન્માન અપાયું હતું.
૩ -  પ્રવીણ જોષી આધુનિક રંગભુમિ માં જેમનો મોટો ફાળો ગણાય તે છે પ્રવીણ જોષી.સંતુ રંગીલી થી લોકો તેમને વધુ જાણતા થયા.તેમણે અભિનેતા,દિગ્દર્શક ,નિર્માતા જેવાં તમામ નાનાં મોટા કાર્યો થી રંગભૂમિનાં નવા શિખરો સર કર્યા. તેમનાં નાટકોમાં ચંદરવો, મોસમ છલકે, માણસ નામે કારીગર, મોગરાના સાપ, સપ્તપદી લોકોએ ખૂબ ગમ્યા હતાં.
આ સિવાય પણ કેટ કેટલાય લોકોએ તેમનું લોહી ગુજરાતી રંગભૂમિ માટે રેડ્યું તેમના કેટલાંક નામ કાંતિ મડિયા,ચં.ચી મહેતા,જશવંત ઠાકર ,અમૃત કેશવ નાયક , મુળજીભાઇ,વાઘજીભાઈ, બાપુલાલ, હેમુભાઈ , કેખુશરૂ કાબરાજી ,પ્રાણલાલ, નાનાલાલ , મુન્ની બાઈ, દિના પાઠક, વજુભાઈ, દામિની મહેતા, ધનસુખલાલ,શૈલેષ દવે, અરવિંદ વૈદ્ય , સુભાષ શાહ, ઉષા બહેન ,શફી ઈનામદાર, વિનોદ જાની ,રાગી જાની ,કેતકી દવે,રસિક દવે,દેવેન ભોજાણી ,સરિતા જોષી ,જમનાદાસ મજેઠીયા,મેહુલ બુચ ,નિર્મિશ ઠાકર,સમીર રાજડા,મુકેશ રાવલ,રૂપા દિવેટિયા,હોમી વૈદ્ય,
જો આપનાં શહેરમાં નાટક આવેતો એકવાર જરૂર જોવા જજો અને જો સારું લાગે તો જરૂર તેઓને બિરદાવજો જેથી ૨૭ માર્ચ નાં દિવસ ની ઉજવણી ની રાહ નહી જોવી પડે અને રોજે રોજ વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી થશે.

૨૬ જાન્યુઆરી ,પ્રજાસત્તાક દિવસ

૨૬ જાન્યુઆરી

ભારત  ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જ નાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ગવર્નર જનરલના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આબેડકર નાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજી માં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ  ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ  તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં