કષ્ટભંજન હનુમાનજી,સાળંગપુર
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે.
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ, સ્વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.
કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. શનિવારે અહીંયા ખુબ જ મોટો મેળાવડો જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે
- સાળંગપુરનો ઈતિહાસ
સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે, સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.
સ્વામી
ગોપાલાનંદે વાધાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં
કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની
મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર
પાસે મૂર્તિ કોતરાવી ત્યાર બાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850
એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ
મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં
જ કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો
પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા. આરતીના
પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી. બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ
સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું
અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં
દુ:ખ દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં
શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ
વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં
) શરૂ થયું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો