મુલાકાત બદલ આભાર

મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

ગેલેલિયો ગેલિલીગેલેલિયો ગેલિલી 8 જાન્યુઆરી
     
અજબ વૈજ્ઞાનિક,ગજબ ખગોળશાસ્ત્રી ગેલેલિયોનો જન્મ ઇ.સ.1564 માં ઇટાલીમાં પીસા નગરમાં થયો હતો પિતાની ઇચ્છા મુજબ પીસા વિશ્વવિદ્યાલયમાં  તબીબી અભ્યાસમાં પ્રવેશ મેળવ્યો.એ સાથે તેમણે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન પણ કર્યુ, એકસરખી લંબાઇવાળા લોખંડના ગોળાના  લોલકનુ આંદોલન એક સરખી ગતિવાળું હોય છે. આ નિયમ તેમણે આપ્યો. નાડીના ધબકારાના દર માપવાનું સાધન પલ્સીમીટર તેમજ દૂર દૂરના તારાઓ અને વહાણો જોઇ શકાય તેવું દૂરબીન તેણે બનાવ્યું. સૂર્યમાં કેટલાક ધાબા છે અને તે પોતાની ધરી ઉપર ફરે છે. તેના આવા વિધાનથી પાદરીઓ ઉશ્કેરાયા અને લોકોમાં વાત ફેલાઇ ગઇ કે ગેલેલિયો ધર્મવિરોધી છે. તેમના પર દાવો ચલાવ્યો અને બાઇબલની માન્યતાથી વિરુદ્ધ લખાણ લખવા બદલ 70 વર્ષની વયના ગેલેલિયોને જેલમાં પૂરી દેવામાં આવ્યાં. થર્મોમીટર અને ટેલિસ્કોપની શોધ તેમણે કરી. સમય માપવા માટે ઘડિયાળમાં લોલકનો જે ઉપયોગ કરવામાં આવ્યો તે તેમણે કરેલા પ્રયોગનું જ પ્રદાન હતું તેમના જીવનની સૌથી મોટી કરૂણતા ઓ એ  હતી કે દૂરબીનની મદદથી  બીજાઓને આકાશની  અજાયબીઓ બતાવનાર આ મહાન ખગોળશાસ્ત્રી ઉત્તરાવસ્થાની અંધત્વને કારણે પોતે એ નજરે જોવાનો લહાવો ન લઇ શકયા. તેમનો દેહવિલય 8/1/1642 ના રોજ થયો  હતો.ગેલિલિયો એક  એવો દિગ્ગજ હતો કે  જેના ખભા પર પાછળથી ન્યૂટન ઊભો હતો. આગળ જોવા અને સત્ય જાણવા માટે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો