મુલાકાત બદલ આભાર

મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

ગુજરાતનાં મ્યુઝિયમોગુજરાતનાં મ્યુઝિયમો

(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.
 

 આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.
 

(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.

 
-
આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.

 

(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.

 
-
ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.

 

(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.

 
-
તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

 

(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.

 -મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
 

(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.

 
-
ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
 

(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
 
-
આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.

 

(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.

 
-
ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 

(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.

 
-
તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.

 

(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.

-
આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-
આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-
પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-
તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.

 

(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.

 
-
મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 

(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.
-
તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
 

(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.

 
-
તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-
તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.

 

(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.

 
-
આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.

 

(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.-
વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.
 

(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.
-
આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.
 

(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.-
તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.
 

(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.

 
-
તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.

 

(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
 
-
તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.

 

(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.-
તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.
 

(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.


-
તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.
 

(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.

 
-
આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.

 

(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.
 -તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.
 

(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-
તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.

 

(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-
જે બાળકો માટે છે.

 

(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-
જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો