મુલાકાત બદલ આભાર

સોમવાર, 28 જાન્યુઆરી, 2013

૨૮ જાન્યુઆરી લાલા લજપતરાય



લાલા લજપતરાય ૨૮ જાન્યુઆરી


   લાલ,બાલ  અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાં  એક પ્રભાવશાળી વ્યક્તિત્વ  અને નવયુવાનોના હ્રદયમાં  આદરરણીય  સ્થાન  ધરાવતા લાલા  લજપતરાયનો  જન્મ  28/1/1865 ના રોજ થયો હતો.મિડલ સ્કૂલની પરીક્ષા કરી, કૉલેજમાં  શિષ્યવૃતિ    મેળવી અને  વકીલાત શરૂ  કરી. પૂનામાં ફાટી નીકળેલા  ભયંકર પ્લેગ સમયે, દુષ્કાળ વખતે અનાથ ને દુ:ખી ભાઇભાંડુઓને  સક્રીય મદદ કરવા માટે લાલાજીએ  દિન-રાત એક કરીને આપણી  સમક્ષ એક અનન્ય અને  પ્રેરક દ્દષ્ટાંત રજૂ કર્યું. ઇંગ્લેન્ડ જઇ ભારતની પરતંત્રતા અને ભારતવાસીઓના હક્ક  પર ઠેરઠેર વ્યાખ્યાનો આપી  લોકમત જાગૃત કર્યો. તેમણે  ‘પંજાબી મુખપત્ર દ્વારા અંગ્રેજોના વલણો અંગે સખત ઝાટકણી કાઢી.તેમણે ‘ગોરીબાલ્ડી’, ’છત્રપતિ શિવાજી’, ’શ્રદ્ધાનંદજી’, ’શ્રી કૃષ્ણએમ કુલ ચાર પુસ્તકો લખ્યા. ગાંધીજીએ આરંભેલી અસહકારની ચળવળમાં લાલાજી જીવ્યા ત્યાંસુધી  મોખરે રહ્યાં.સાયમન  કમિશનનો બહિષ્કાર  કરવા કાઢેલા સરઘસની આગેવાની  લેવા બદલ અંગ્રેજ પોલીસોના આડેધડ લાઠીમારથી ઇ.સ.1928માં અમરશહીદીને વર્યાં.તેઓએ કહેલું : મને  મારેલી  પ્રત્યેક લાઠીના  કારમા ઘા બ્રિટિશ સામ્રાજયના કફનનો એક  એક ખીલો પુરવાર થશે.જે સાચી જ પડી.દિનબંધુ એન્ડ્રુઝે અંજલિ આપતા કહ્યું કે 'તેઓ વીરોના પણ વીર હતા અને  આના કરતા તેઓ કયું સારું મૃત્યુ ઇચ્છત !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો