વિષ્ણુ
સહસ્ત્ર નામ પૈકીનાં ૧૦૧ નામ અને તેના અર્થ
ક્રમ નામ અર્થ
૧ ભૂતાત્મા - પ્રાણી માત્રના અંતરાત્મા રૂપ
૨ ભૂતભાવના - સર્વ પ્રાણીઓના જન્મદાતા તથા ભોગ્ય પદાર્થો અર્પણ કરીને તેની
વૃધ્ધિ કરનાર
૩ પૂતાત્મા - પવિત્ર આત્માવાળા
૪ યોગવિદાનેતા - યોગવેત્તા
પુરુષોના પણ નેતા
૫ કેશવ - કે એટલે બ્રહ્મા અને ઇશ
એટલે મહાદેવ, એ બંને જેમને વશ છે એવા
૬ સર્વ - વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ જાણનાર
૭ શર્વ - પ્રલય કાળે સર્વનો નાશ
કરનારા
૮ સ્થાણુ - અચલ, સ્થિર
૯ ભાવ - સર્વ ભક્તોને ફળસિધ્ધિ આપનારા
૧૦ સ્વયંભૂ - પોતાની મેળે જ ઉત્તપન્ન થનાર
૧૧ ધાતા - શેષનાગ રૂપે આખા જગતને ધારણ કરનારા
૧૨ હ્મષીકેશ - સર્વ ઈન્દ્રિયોના નિયંતા
૧૩ કૃષ્ણ - કેવળ આનંદમૂર્તિ
૧૪ પદ્મનાભ - નાભિમાંથી બ્રહ્મ ઉત્પત્તિ સ્થાન રૂપ કમળને ધારણ કરનારા
૧૫ સ્થવિર - અત્યંત પુરાતન, સનાતન
૧૬ પ્રભૂત - જ્ઞાન ઐશ્વર્ય વગેરે
સંપન્ન
૧૭ માધવ - મા એટલે લક્ષ્મી તેના
પતિ રૂપ
૧૮ પરંમંગલ - અત્યંત મંગળ સ્વરૂપ
૧૯ સુરેશ - સર્વ દેવના ઈશ્વર
૨૦ શર્મ - કેશવ કલ્યાણમૂર્તિ
૨૧ અજ - અજન્મા
૨૨ વસુમના - ઉદાર મનવાળા
૨૩ પુંડરીકાક્ષ - કમળ
જેવા નેત્રવાળા, સર્વના હ્મદય કમળમાં વસનારા
૨૪ રુદ્ર - જગતના સંહાર સમયે પ્રાણીમાત્રને રડાવનાર
૨૫ બભ્રુ - સર્વ લોકોનું પોષણ
કરનારા
૨૬ વિશ્વયોનિ - આખા વિશ્વના ઉત્પત્તિ સ્થાનરૂપ
૨૭ શુચિશ્રવા - પવિત્ર યશવાળા
૨૮ મહાતપા - જેમની ઈચ્છા શક્તિથી
સ્વયં વિશ્વ ઉત્પન્ન થાય છે તે
૨૯ વેદવિત - વેદોનું મનન કરનારા
૩૦ ચતુરવ્યૂયુહ - મન,
બુધ્ધિ,
ચિત્ત તથા અહંકાર આ ચાર
તત્વોમાં અનુક્રમે વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુધ્ધ તથા સંકર્ષણ રૂપે નિવાસ કરનારા
૩૧ પુનવર્સુ - જીવ સ્વરૂપે વારંવાર શરીરમાં નિવાસ કરનારા
૩૨ પ્રાંશુ - બલિરાજા પાસેથી ત્રણ
પગલાં લેતી વખતે ઉજાત સ્વરૂપ ધારણ કરનારા
૩૩ ગોવિંદ - રસાતળમાં પેસી ગયેલી ગો અર્થાત પૃથ્વીનો વરાહના સ્વરૂપથી ઉધ્ધાર
કરનાર
૩૪ ગોવિંદાપતિ - વેદશાસ્ત્ર
જાણનારા ઋષિઓનાપણ પતિ
૩૫ મરીચિ - સર્વ કિરણોના પણ
કિરણરૂપ
૩૬ હંસ - સંસારરૂપી બંધનનો નાશ કરનારા, બ્રહ્માને વેદ જણાવવા હંસરૂપ થયેલા
૩૭ સુપર્ણ - ગરુડ પક્ષીરૂપ
૩૮ વિશ્રુતાત્મા - જેમનું
સ્વરૂપ જ્ઞાન વડે પ્રસિધ્ધ છે તેવા
૩૯ સ્રગ્વી - વૈજયંતીમાળા ધારણ કરનારા
૪૦ વાચસ્પતિ - વાણીના પતિ
૪૧ અગ્રણી - મુમુક્ષોને ઉત્તમ સ્થાનમાં લઇ જનારા
૪૨ ગ્રામીણ - સર્વ પ્રાણી સમુદાયના નેતા
૪૩ શ્રીમાન - શોભા સંપન્ન
૪૪ વહિન્ - અગ્નરૂપ
૪૫ અનિલ - વાયુરૂપ, નિત્ય જાગ્રત
૪૬ ધરણીધર - શેષ
૪૭ સહસ્ત્રમૂર્ઘા - હજારો
માથાવાળા
૪૮ વૃષભ - ભક્તો પર કૃપા દ્રષ્ટિ દાખવનારા
૪૯ વિભુ - બ્રહ્મ વગેરે અનેક રૂપે
રહેનારા
૫૦ સિદ્ધાર્થ - જેના મનોરથો હંમેશાં સફળ થાય છે તે
૫૧ વૃષપર્વા - જેમના સ્થાન પર ચઢવા
ધર્મ એ જ પગથિયાં છે તેવા
૫૨ વર્ધમાન - સંસાર રૂપે વૃધ્ધિ પામનારા છતાં તેનાથી વિરક્ત રહેનારા
૫૩ અચ્યુત - સર્વ વિકારોથી રહિત
૫૪ અપાંનિધિ - સમુદ્રરૂપ
૫૫ ઉદ્ ભવ - પોતાની ઇચ્છા અનુસાર જન્મ લેનારા
૫૬ સ્કંધ - અમૃત રૂપે ગમન કરનારા
તથા વાયુરૂપે શોષનારા
૫૭ વાસુદેવ - સર્વ જગતમાં વ્યાપક, સર્વથી પૂજાતા
૫૮ તાર - ગર્ભ – જન્મ, જરા અને મૃત્યુ રૂપી
ભયમાંથી મુક્ત કરનારા
૫૯ શતાવર્ત - ધર્મના રક્ષણ માટે અનેક જન્મ ધારણ કરનારા
૬૦ ગરુડધ્વજ - ધ્વજમાં ગરુડનું ચિહ્નન
ધારણ કરનારા
૬૧ ભીમ - જેમનાથી સમગ્ર જગત ભયભીત રહે છે તે
૬૨ સમયજ્ઞ - જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયના
સમયને જાણનારા
૬૩ દામોદર - યશોદાએ જેમને દોરડાથી બાંધ્યા હતા તે,
નામરૂપાત્મક જગત જેના
ઉદરમાં – પેટમાં
રહેલું છે તે
૬૪ પરમેશ્વર - જેમની લીલા શ્રેષ્ઠ છે તે
૬૫ સ્વાપન - આત્મજ્ઞાનરહિત
વ્યક્તિને સુવડાવી દેનારા
૬૬ સંભોનિધિ - દેવો, મનુષ્યો, પિતૃઓ તથા અસુરો આ સર્વના નિવાસસ્થાનરૂપ
૬૭ કૃષ્ણ દ્વૈપાયન- વ્યાસરૂપે જેણે જન્મ
લીધો છે તે
૬૮ મહામના - પોતાના મનથી જ જગતની ઉત્પત્તિ,
સ્થિતિ તથા નાશ કરનારા
૬૯ પરમેષ્ઠી - પ્રત્યેકના હ્મદયરૂપી
આકાશમાં સ્થિતિ કરીને રહેનારા
૭૦ પ્રદ્યુમન - પુષ્કળ દ્રવ્યવાળા
૭૧ તીર્થકર - ચૌદ વિદ્યાઓના સ્રષ્ટા
૭૨ મનોજવ - મનના જેવા વેગવાળા
૭૩ મહાયજ્ઞ - યજ્ઞોમાં ઉત્તમ ગણાતા, જપ યજ્ઞ રૂપ
૭૪ પ્રગ્રહ - ભક્તોએ અર્પણ કરેલાં પત્ર, પુષ્પ વગેરેનો સ્વીકાર કરનારા અથવા ઈન્દ્રીયોરૂપી ઉધ્ધત ઘોડાઓને વશ રાખવા માટે જેમનો પ્રસાદ જ લગામ
રૂપ થઈ શકે છે
તે
૭૫ ગદાગ્રજ - વૈદિક મંત્રો દ્વારા જેમનો સાક્ષાત્કાર થઇ શકે છે તે
૭૬ સુંદ - અત્યંત દયાળુ
૭૭ જયંત - શત્રુઓનો પરાજય કરનારા
૭૮ તતુંવર્ધન - પ્રલયકાળે સંસારરૂપ તાંતણાને તોડી પડનારા
૭૯ કુંદર - મોગરાના પુષ્પ સમાન
સુગંધવાળા
૮૦ પર્જન્ય - મેઘની માફક આધ્યાત્મિક
૮૧ દુર્ગમ - દુ;ખોથી
જાણી શકાય છે તે
૮૨ સર્વ્તોમુખ - સર્વ તરફ નેત્ર તથા
મુખવાળા
૮૩ શત્રુતાપન - દેવોના શત્રુને તપાવનાર
૮૪ ઉદુંબર - હ્નદયરુપી આકાશમાં
પ્રગટ થનાર, અન્ન વગેરેથી જગતનું
પોષણ કરનારા
૮૫ ધનુર્ધર - શ્રી રામ રૂપે ધનુર્ધારી
૮૬ ભૂર્ભૂવો - પૃથ્વી તથા સ્વર્ગની
શોભારૂપ
૮૭ આધાર નીલય- પૃથ્વી,, પાણી, પવન, અગ્નિ, આકાશ એ પંચ મહાભૂતોના પણ આધાર રૂપ
૮૮ પ્રજાગર - નિત્ય જાગ્રત રહેનારા
૮૯ પ્રણવ - ઓમકાર રૂપ
૯૦ પ્રમાણ - પોતાના અસ્તિત્વમાં
પોતે જ પ્રમાણભૂત
૯૧ યજ્ઞભૂત - યજ્ઞના રક્ષણકર્તા
૯૨ અન્નમ્ - અન્નરૂપ
૯૩ વૈખાન - પાતાળમાં વસી રહેલા, હિરણ્યાક્ષનો વધ કરવા
માટે વરાહનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને જેમણે ખોદી હતી તે
૯૪ ક્ષિતીશ - પૃથ્વીના ઈશ્વર
૯૫ પાપનાશન - પાપનો નાશ કરનારા
૯૬ ચક્રી - સુદર્શન ચક્રને ધારણ
કરનારા
૯૭ ગદાધર - ગદાને ધારણ કરનારા
૯૮ રથાંગપાણિ - હાથમાં ચક્ર ધારણ કરનારા
૯૯ અક્ષોભ્ય - કોઇનાથી ક્ષોભ પમાડી
શકાય નહિં તેવા
૧૦૦ સર્વપ્રહરણાયુધ - પ્રહાર કરવામાં
ઉપયોગી સર્વ પ્રકારના આયુધોને ધારણ કરનાર
૧૦૧ યત તત - યત શબ્દથી સ્વયંસિધ્ધ પરબ્રહ્મનો બોધ થાય છે. તત શબ્દ દ્વારા
પરમાત્માનો બોધ થાય છે તે
ખુબખુબ આભાર
જવાબ આપોકાઢી નાખો