સુરૈયા 31 જાન્યુઆરી
રૂપેરી પડદાની સિંગિંગ સ્ટાર સુરૈયા ગાયન તથા અભિનયના સંસ્કાર લઇને જન્મી હતી.તે સાવ બાલિકા હતી ત્યારે નૌશાદે ‘પ્રેમસાગર’ ફિલ્મમાં તેને પાશ્વગાયનમાં અવસર આપ્યો.પછી તો ‘તાજમહેલ’ અને ‘હમારી બાત’ ફિલ્મમોમાં
પણ અભિનય કર્યો..ફિલ્મમાં તેમણે પોતાના ગીત પોતે જ ગાયા છે.સુપરહીટ ફિલ્મોમાં તેણે ગાયેલી ગીતોની ત્યારે ધૂમ હતી.’ઇશારા’ ફિલ્મમાં તેના નાયક હતા પૃથ્વી રાજકપૂર અને ‘દાસ્તાન’માં તેના નાયક હતા રાજકપૂર.બંને બાપ દીકરા સાથે હિરોઇન ચમકી હોય એવી તે એક માત્ર અભિનેત્રી ગણાય. ફિલ્મ ‘દિલ્લગી’માં નૌશાદે સૂરૈયાના કંઠે ઘણાં ગીતો ગવડાવ્યા. ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’માં તેણે મધુર કંઠે જે ગઝલો ગાઇ હતી, તે ફિલ્મને જયારે રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો તે સમારંભમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરૂએ તેને શાબાશી આપતા કહ્યું કે ‘લડકી, તુમને ગાલિબ કો ફિરસે ઝિન્દા કર દિયા’. સૂરૈયા હિન્દી ફિલ્મ સંગીતના પ્રિ-લતા યુગની ઓળખ ગણાય છે. સદાબહાર અભિનેતા
દેવાનંદ સાથે તેની જોડી જામી હતી. કહેવાય છે કે બંને વચ્ચે પડદા ઉપર થયેલો પ્રેમ વાસ્તવિક જીવનમાં પણ પાંગર્યો હતો,પરંતુ બંને લગ્નથી જોડાયા નહીં એ દુર્ભાગ્ય ગણાય.છેલ્લે છેલ્લે સૂરૈયા તેના એકાંતવાસમા શીશમહેલમાં ચાલ્યા ગયા હતા.31/1/2004
ના રોજસુરૈયાએ જીવનલીલા સંકેલી લીધી. સૂરૈયા એટલે સૂર સરોવરમાં સૂહાની સફર
કરાવનારી સંગીતની નમણી નૈયા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો