|
તારંગા ગુજરાતનું શાંત હીલ
સ્ટેશન
તારંગા ગુજરાતમાં મહેસાણા જીલ્લાની અંદર આવેલ એક સુંદર અને શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને
વિસનગરથી 50 કિલોમીટર. તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76 જેટલી છે અને તે
રોડથી 9 કિલોમીટર દુર આવેલ છે.
આ મંદિર 1121 ની અંદર સોલંકી વંશના રાજા કુમારપાલે બનાવડાવ્યું હતું. તેમણે આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતુ. અહીં કમ્પાઉંડની અંદર 14 મંદિર આવેલા છે જેમાંથી પાંચ દીગમ્બરના મુખ્ય મંદિરો છે. દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. તારંગા એ સિધ્ધ ક્ષેત્ર છે. તારંગા હિલ સ્ટેશન પર જૈન દેરાસર આવેલ છે જે શ્વેતાંબર અને દિગંબરના છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી તેથી આ સ્થનું નામ તારંગા પડ્યું. અહીં આવેલ અજિતનાથની ગુફાવાળુ સુંદર પ્રતિમા ધરાવનાર ભવ્ય જૈન દેરાસર એક જ શિલામાંથી બનાવવામાં આવ્યું છે. મુળનાયક હાઈવેથી 2.75 કિલોમીટર દુર આવેલ છે અને ત્યાં ભગવાન આદિનાથની સફેદ કલરની મૂર્તિ છે. અહીં વર્ષમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે. આ ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દુર આવેલ છે. અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને શુધ્ધ છે. અહીં મનની શાંતિ પણ મળી રહે છે. અહીં આવીને એવો અનુભવ થાય છે જાણે કે કુદરતના ખોળામાં આવી ગયાં છીએ. કેમકે અહીંયા ચારો તરફ લીલોતરી જોવા મળે છે અને પર્વતોની વચ્ચે જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અનુભવ થાય છે. ત્યાંના પર્વતોની સુંદરતા ખુજ મનભાવન છે. જેઓ કુદરતના શોખીન હોય તેમના માટે તો આ સ્થળ અતિ સુંદર છે. તારંગા જવા માટે ઘણી બધી સગવડો છે ત્યાં તમે બસ દ્વારા પણ પહોચી શકો છો અને તમારૂ પોતાનું સાધન પણ લઈને જઈ શકો છો. ત્યાં જવા માટેનો રસ્તો પણ સારો છે તેથી બીજી જોઈ તકલીફ પણ પડે તેમ નથી. અહીં જવા માટે નજીકનું હવાઈમથક અમદાવાદ છે અને અમદાવાદથી સીધી તારંગા સુધીની બસ પણ તમને મળી શકે છે અથવા તો અમદાવાદથી મહેસાણા થઈને તારંગાની બસ તમને મળી શકે છે. |
Sarswati Mata
Counter
Archive
-
▼
2013
(102)
-
▼
માર્ચ
(17)
- ઓછુ બોલો પણ યોગ્ય બોલો
- અવકાશને જાણો
- સોળ સંસ્કાર
- વેદ અને વેદાંગ
- સરદાર સરોવર
- વિષ્ણુ સહસ્ત્ર નામ પૈકીનાં ૧૦૧ નામ અને તેના અર્થ
- રામાયણના કાંડ
- તારંગા ગુજરાતનું શાંત હીલ સ્ટેશન
- શિવરાત્રિ
- ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી
- દશ અવતારો
- રામકૃષ્ણ પરમહંસ ના પ્રેરક સુવિચાર
- ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગિરનાર
- માળાની અંદર 108 મણકા નુ ગણિત
- સુરૈયા 31 જાન્યુઆરી
- અમૃતા શેરગીલ 30 જાન્યુઆરી
- ભગવાન બુદ્ધ ની વાણી
-
▼
માર્ચ
(17)
!simple>
મંગળવાર, 12 માર્ચ, 2013
તારંગા ગુજરાતનું શાંત હીલ સ્ટેશન
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
My Profile
- સંદીપ ગવાણીયા
- જુનાં અને નવાં વિચારોનો સમન્વય કરીને જીવનનું ઘડતર કરો એમાં જ સમજદારી છે.
Popular Posts
-
જે સાહિત્યકારનો ફોટો ડાઉનલોડ કરવો હોય તેનાં નામ ઉપર ક્લિક કરો ૧ .અંબુભાઈ પુરાણી ૨ .અમૃતલાલ યાજ્ઞિક ૩. અનંતરાય રાવળ ૪. અનિરુધ્ધ બ...
-
આત્મકથા : મારી હકીકત , નર્મદ ઇતિહાસ : ગુજરાતનો ઇતિહાસ , પ્રાણલાલ એદલજી ડોસા કાવ્યસંગ્રહ : ગુજરાતી કાવ્યદોહન , દલપતરામ જીવનચરિ...
-
ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો ચામુંડા માત...
-
ગુજરાતનાં ભાતિગળ મેળા કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક , પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી...
-
ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં ...
-
રજનીશજી ‘ ઓશો ’ 19 જાન્યુઆરી મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ. 1931 માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થ...
-
આદિલ મન્સૂરી અલારખિયા હાજી અમૃતલાલ ભટ્ટ અમૃતલાલ યાજ્ઞિક અમૃત નાયક આનંદશંકર ધ્રુવ અનંતરાય રાવળ અનિલા દલાલ અનિલ જ...
-
સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી ’Arise ! Awake ! And Stop not, Till, the goal is rached ઊઠો , જાગો અને અટક્યા વિના ધ્યેય સુધી પહ...
-
પ્રાર્થના યા કુંદેન્દુ તું સા રહા વંદે દેવી શારદા !! ઓમ તત્સત શ્રી નારાયણ તું પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો