મુલાકાત બદલ આભાર

મંગળવાર, 16 એપ્રિલ, 2013

દેશની પહેલી પેસેન્જર ટ્રેન

(1)


આજે 16મી એપ્રિલ ૨૦૧૩ ના રોજ ભારતીય રેલવેના 160 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે અમે તમને ભારતીય રેલવેના ઇતિહાસ સાથે જોડાયેલી કેટલીય વાતો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. ભારતની પહેલી ટ્રેન માટે પહેલો રેલવે પુલ પણ બંધાવ્યો હતો. 16મી એપ્રિલના દિવસે ભારતમાં પહેલી પેસેન્જર ટ્રેને મુંબઇથી થાણેની વચ્ચે 34 કિલોમીટરનું અંતર આ પુલ પરથી કાપ્યું હતું. આથી આ પુલ ભારતીય રેલવેના ઇતિહાસની ધરોહર બની ગયું છે. આ ફોટો ફિચરમાં ઐતિહાસિક રેલવે પુલ દેખાડયો છે
-----------------------------------------------------------
(2)



દેશનો પહેલો રેલવે બ્રીજ, જેના પરથી પહેલી પેસેન્જર ટ્રેન પસાર થઇ હતી. આ થાણેના ક્રીક બ્રીજ પરથી પહેલી પેસેન્જર ટ્રેન 14 કોચની સાથે પસાર થઇ હતી. પુલની આ તસવીર સૌથી લોકપ્રિય છે.


-----------------------------------------------------------
(3) 


દેશના પહેલાં પુલ પરથી પસાર થયેલી એક અન્ય ટ્રેન. આ પુલને સંરક્ષિત કરવા માટે તેને યથાવત રખાયો છે. તેની બાજુમાંથી કેટલીય અન્ય લાઇનો માટે પુલ બનાવ્યો છે અને કેટલાંકનું બાંધકામ ચાલુ છે.

-----------------------------------------------------------
(4)


આ છે મુંબઇનું એ રેલવે સ્ટેશન, જ્યાંથી પહેલી ટ્રેન થાને માટે રવાના થઇ હતી.

1 ટિપ્પણી: