મુલાકાત બદલ આભાર

રવિવાર, 27 જાન્યુઆરી, 2013

૨૭ જાન્યુઆરી કૃષ્ણલાલ ત્રિવેદી



કૃષ્ણલાલ ત્રિવેદી ૨૭ જાન્યુઆરી

   

 પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્ર્ના  સાગરકાંઠાનું ગામ ઘોઘામાં  થયો હતો.ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દ્દઢ નિર્ધાર કર્યો.મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ થયા કે તુરત કલાર્ક તરીકેની નોકરી સ્વીકારી,સાથે સાથે  કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના  પરિપાકરૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર થયા.અચાનક ભાવનગર પર  પ્લેગના રોગની આફત આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી.કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના દર્દીઓની સારવાર કરી. તેમના માનવીય અને સાહસભરી સેવાથી  પ્રજાજનોની પ્રસન્નતાનો  કોઇ પાર રહ્યો નહીં. તેમની આ નિ:સ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ  કરાયો. પોતાની  કાર્યનિષ્ઠાથી ખ્યાતનામ થયેલા  શ્રી  ત્રિવેદીને  જસદણના રાજયે મુખ્ય દીવાન તરીકે પસંદ કર્યાં.દરમિયાન રાજયમાં દુષ્કાળરૂપી આફતના ઓળાં ઉતરી આવ્યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિદ્યા તરફ ઊંડી અભિરુચિ હતી.કોઇપણ કાર્ય સંભાળવા તત્પર રહેતા અને સાંભળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડીજતા.પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે 27/1/1950 ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું દ્દઢ નિશ્વયથી ખંતપૂર્વક કામ કરો.

શનિવાર, 26 જાન્યુઆરી, 2013

૨૬ જાન્યુઆરી ડૉ.એડવર્ડ જેનર



ડૉ.એડવર્ડ જેનર ૨૬ જાન્યુઆરી
                                                     

     
શરીર વિજ્ઞાન ક્ષેત્રે પ્રવેશ કરીને શીતળાની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક એડવર્ડ જેનરનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો.નાનપણથી જ આ બાળકની  પ્રવૃતિ અને રુચિ  પ્રાણીશાસ્ત્ર પ્રત્યે હતી. એ યુગના મહાનસર્જનજોન હન્ટર  જેનરના પરામર્શદાતા અને  પથપ્રદર્શક બની રહ્યા. તબીબી  વ્યવસાય  શરૂ કર્યા પછી  શીતળા કે મોટી  માતાના રોગે દેખા દીધી.જેનરે  બધા મળીને સત્તાવીસ રોગોનું પરીક્ષણ કર્યું અને શીતળાના રોગની મુક્તિને  માટે તેમણે જે પદ્ધતિનું  નિદર્શન કર્યું તે,જાનના  જોખમે તેમણે કરેલા પ્રયોગોના  નિચોડરૂપે હતું.શરૂઆતમાં  સ્વાભાવિક રીતે એક પ્રચંડ વંટોળ,ઉહાપોહ ઊઠવવાનો   હતો, પરંતુ ઉતેજનાની    ભરતી જેમ આવી એમ  ઓસરી પણ ગઇ.જેનરે પોતાની રીતો ચિકિત્સાજગત સામે  સિદ્ધ કરી બતાવી, જેના  ફળસ્વરૂપે  આખાય વિશ્વે  એને સન્માન આપ્યું.સંસદમાં  એને ‘નાઇટહૂડઉપાધિ આપી ઇનામ આપ્યું. રશિયાના સમ્રાટ  ઝારે  એને માટે સોનાની વીંટી મોકલી  અને  ફ્રાન્સના નેપોલિયને એમની મુકતકંઠે પ્રશંસા કરી. શીતળાના  રોગની મુક્તિ માટે  તેમણે શોધેલી રીત એટલી સરળ,સચોટ અને  ચોક્કસ હતી  કે કેવળ ઇંગ્લેન્ડમાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં  પદ્ધતિનો ફેલાવો થયો. 26/1/1823 ના રોજ  ડૉ.જેનર અવસાન પામ્યા.કોઇપણ સુંદર મુખારવિંદને  કુરૂપ બનાવી દેતા શીતળાના  રોગનો સચોટ ઉપાય બતાવનાર  ડૉ.એડવર્ડ જેનર સદા અમર  રહેશે.