મુલાકાત બદલ આભાર

શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013

ગીતા સાર



ગીતા સાર

- કેમ ખોટી ચિંતા કરે છે ? કોનાથી ગભરાય છે ? કોન તને મારી શકે છે ? આત્મા ન તો જન્મે છે કે ન તો મરે છે.- જે થયુ તે સારુ થયુ, જે થઈ રહ્યુ છે તે પણ સારું થઈ રહ્યુ છે, જે થશે તે પણ સારુ જ થશે. તુ ભૂલનો પશ્વાતાપ ન કરીશ, ભવિષ્યની ચિંતા કરો.

- તારું શુ ગયુ તો તુ રડે છે ? તુ શુ લાવ્યો હતો, જે તે ગુમાવી દીધુ છે ? તે શુ ઉત્પન્ન કર્યુ જે નાશ પામશે ? ન તુ કશુ લઈને આવ્યો. જે લીધુ તે અહીંથી જ લીધુ, જે આપ્યુ તે અહીં જ આપ્યુ. જે લીધુ તે પ્રભુ પાસેથી લીધુ, જે આપ્યુ તેને જ આપ્યુ. ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથે જઈ રહ્યા છીએ. જે આજે તારું છે તે ગઈકાલે કોઈ બીજાનુ હતુ. પરમ દિવસે કોઈ બીજાનુ થઈ જશે. તુ આને પોતાનુ સમજીને મગ્ન થઈ રહ્યો છે. બસ આ જ પ્રસન્નતા તારા દુ:ખનુ કારણ છે.

- પરિવર્તન સંસારનો નિયમ છે, જેને તુ મૃત્યુ કહે છે એ જ જીવન છે. એક ક્ષણમાં તુ કરોડોનો માલિક બની જાય છે, બીજી જ ક્ષણે તુ ગરીબ બની જાય છે. મારું-તારું, નાનુ-મોટુ પોતાનુ પારકું મનમાંથી બધુ જ મિટાવી દો. વિચારમાંથી હટાવી દો, પછી બધુ તમારુ છુ અને તમે બધાના છો.

- ન આ શરીર તમારુ, ન તમે શરીરના છો. આ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશથી બનેલુ છે અને એમાં જ મળી જશે. પરંતુ આત્મા સ્થિર છે, પછી તુ ક્યા છે ? તુ પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી દે. આ જ સૌથી ઉત્તમ સહારો છે. જે આને સહારે જીવે છે, તે ભય, ચિંતા, શોકથી હંમેશા મુક્ત છે.

- જે કાંઈ પણ તુ કરે છે, તેને ભગવાનને અર્પિત કરતો જા. આવુ કરવાથી તુ હંમેશા જીવન-મુક્તનો અનુભવ કરીશ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો