Sarswati Mata
Counter
Archive
!simple>
મંગળવાર, 17 જુલાઈ, 2012
ભક્ત કવિ નરસિંહ મહેતા
- ભક્ત કવિ નરસિંહ મહેતા
ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં
પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન
ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા
નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું. ભજન સિવાય
તેમને કશામાં રસ પડતો ન હતો. ગૌરી
સાથેના લગ્નથી તેમને ત્યાં પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો
જન્મ થયો.
પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં. એક વાર મહેણું સહન ન થવાથી
નરસિંહ મહેતા ઘર છોડી એકાંતમાં આવેલ ગોપીનાથ
મહાદેવમાં ચાલ્યા ગયા. ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી
પ્રગટ થયા અને એમને રાસલીલાનાં દર્શન કરાવ્યાં. શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કર્યા ત્યારથી તેમને કૃષ્ણભક્તિની લગની લાગી. પોતાની
અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી.
એમણે આશરે ૧૫૦૦ થી વધારે પદો રચ્યાં જેમાં પુત્ર
શામળશાનો વિવાહ, પુત્રી કુંવરબાઈનું મામેરું, હુંડીનો
પ્રસંગ, હારનો પ્રસંગ, શ્રાદ્ધ, જેવા
સ્વાનુભવાત્મક પ્રસંગો ઉપરાંત વસંતનાં પદો, હિંડોળાનાં
પદો, કૃષ્ણભક્તિનાં
પદો, સુદામાચરિત્ર
વગેરેનો સમાવેશ થાય છે. તેમની સૌથી
સુપ્રસિદ્ધ રચના વૈષ્ણવ જન, જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી,
ભાગ્યે
જ કોઈ અજાણ હશે.
સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત
કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન
કરાવ્યાં.
એમની દીકરી કુંવરબાઇના મામેરા વખતે વડસાસુએ લાંબુંલચ લિસ્ટ લખીને કુંવરબાઇના હાથમાં આપી દીધું.
કુંવરબાઇ રડતાં-રડતાં પિતાજીની પાસે આવ્યાં
ત્યારે નરસિંહ મહેતા એક જ વાકય બોલ્યા, ‘મારો કૃષ્ણ બેઠો છે પછી શાની
ચિંતા.’ અને ભગવાન દ્વારિકાધીશે ખરેખર લિસ્ટમાં
લખેલી બધી જ વસ્તુ તેમના આંગણે પહોંચાડી.
એક વાર એમના વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા, ‘થોડું ઠંડું
પાણી હોય તો આપોને.’ ત્યારે વેવાણે મહેણું
માર્યું, ‘તમે તો ભગવાનના ભગત છો તો વરસાદ વરસાવોને’ અને મહેતાજીએ હાથમાં કરતાલ લઇ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ
પલટાઇ ગયું અને મૂશળધાર વરસાદ તૂટી પડયો.
જયારે એમના ઉપર ચોરીનો આરોપ આવ્યો
ત્યારે ભગવાન દ્વારિકાધીશે મહેતાજીને નિર્દોષ
સાબિત કરવા માટે ગળામાં હાર પહેરાવ્યો. આ
જોઇને રાજા ચરણમાં ઝૂકી પડયો.
આ જ રીતે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા લઇને શામળશા શેઠના નામે હૂંડી લખી આપી અને
ભગવાન દ્વારિકાધીશે શામળશા શેઠનો વેશ ધરીને
હૂંડીનાં બધાં જ નાણાં યાત્રીઓને ચૂકવી
આપ્યાં.
શામળશાનો વિવાહ, પત્નીનું મરણ,
પિતાજીનું શ્રાદ્ધ, બ્રાહ્મણ હોવા છતાં હરિજનવાસમાં ભજન
ગાવા બદલ જ્ઞાતિએ કરેલો બહિષ્કાર આવા
અનેક પ્રસંગોએ એમની શ્રદ્ધા હાલી નહીં પરંતુ દૃઢ જ રહી અને એથી
ચમત્કારોનું સર્જન થયું.
Automated teller machine (એ.ટી.એમ)
Automated teller machine (એ.ટી.એમ)
એ.ટી.એમ.ને તો બધા ઓળખે જ છે. લોકો જેને
બોલચાલની ભાષામાં ‘ઓલ ટાઇમ મની’ કહે છે તે ખરેખર ‘ઓટોમેટેડ ટેલર મશીન’ એટલે કે સ્વયં સંચાલિત કેશિયર છે. આ ટેક્નોલોજીનું વિચારબીજ જન્મે તુર્કી
વૈજ્ઞાનિક લ્યુથર જ્યોર્જે છેક ઇસ. ૧૯૩૯માં વાવ્યું હતું.
વર્તમાન એ.ટી.એમ. વાપરવા માટે એક કાર્ડ હોય છે જેની
એક બાજુ ખાતેદારનું નામ, કાર્ડ નંબર વગેરે સંદર્ભ માહિતી હોય છે. જ્યારે
બીજી બાજુ ઘેરા કથ્થઇ રંગની એક ચુંબકીય પટ્ટી ઉપરાંત બીજી કેટલીક
માહિતી-સૂચનાઓ છાપી હોય છે.ચુંબકીય પટ્ટી પર વિવિધ માહિતી અંકિત કરવામાં
આવે છે જેમ કે બેંકનો નંબર, ખાતેદારનો નંબર વગેરે. જ્યારે કાર્ડ મશીનમાં ભરાવીએ
ત્યારે કાર્ડ રીડરનો ઉપયોગ કરી મશીન સઘળી માહિતી વાંચે છે. માહિતી વાંચવા
માટે જુદી જુદી સાંકેતિક ભાષાની જરૂર પડે છે.એ.ટી.એમ. મશીન એક ડેટા ટર્મિનલ
છે. ડેટા ટર્મિનલ યજમાન (હોસ્ટ) સર્વર (પ્રોસેસર) સાથે સંપર્ક કરી
માહિતીનો વિનિમય કરે છે. કાર્ડની ચુંબકીય પટ્ટી પરની માહિતી તેમજ પીનકોડ હોસ્ટ
સર્વર પર મોકલે છે. ચાંચિયાઓથી બચવા માટે બધી જ માહિતીનો વિનિમય સાંકેતિક
(એન્ક્રીપ્ટેડ) ભાષામાં જ થાય છે.
૧૯૬૧માં સીટી બેન્ક ઓફ ન્યુયોર્ક માં પ્રાયોગિક ધોરણે મુકવામાં
આવ્યું હતું ,પરંતુ છ મહિનામાં જ ગ્રાહકો એ આને નકારી કાઢ્યું હતું.
૧૯૬૬ માં ટોક્યો તથા જાપાનમાં પણ ઉપયોગ કરાયો હતો.
૧૯૬૭, ૨૭ જૂન લંડનમાં બકેર્લ બેન્કે પ્રયોગ કર્યો હતો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
My Profile
- સંદીપ ગવાણીયા
- જુનાં અને નવાં વિચારોનો સમન્વય કરીને જીવનનું ઘડતર કરો એમાં જ સમજદારી છે.
Popular Posts
-
જે સાહિત્યકારનો ફોટો ડાઉનલોડ કરવો હોય તેનાં નામ ઉપર ક્લિક કરો ૧ .અંબુભાઈ પુરાણી ૨ .અમૃતલાલ યાજ્ઞિક ૩. અનંતરાય રાવળ ૪. અનિરુધ્ધ બ...
-
ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો ચામુંડા માત...
-
ગુજરાતનાં ભાતિગળ મેળા કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક , પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી...
-
આત્મકથા : મારી હકીકત , નર્મદ ઇતિહાસ : ગુજરાતનો ઇતિહાસ , પ્રાણલાલ એદલજી ડોસા કાવ્યસંગ્રહ : ગુજરાતી કાવ્યદોહન , દલપતરામ જીવનચરિ...
-
ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં ...
-
રજનીશજી ‘ ઓશો ’ 19 જાન્યુઆરી મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ. 1931 માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થ...
-
પ્રાર્થના યા કુંદેન્દુ તું સા રહા વંદે દેવી શારદા !! ઓમ તત્સત શ્રી નારાયણ તું પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું ...
-
(1) આજે 16મી એપ્રિલ ૨૦૧૩ ના રોજ ભારતીય રેલવેના 160 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે અમે તમને ભારતીય રેલવેના ઇતિહ...
-
આદિલ મન્સૂરી અલારખિયા હાજી અમૃતલાલ ભટ્ટ અમૃતલાલ યાજ્ઞિક અમૃત નાયક આનંદશંકર ધ્રુવ અનંતરાય રાવળ અનિલા દલાલ અનિલ જ...

