- બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે.
- જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.
- આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.
- પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-
- જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10 હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.
- 108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.
- માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.
- આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.
- ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800 છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.
- શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10 હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.
- જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108 મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય
Sarswati Mata
Counter
Archive
!simple>
સોમવાર, 4 માર્ચ, 2013
માળાની અંદર 108 મણકા નુ ગણિત
શનિવાર, 2 માર્ચ, 2013
સુરૈયા 31 જાન્યુઆરી
સુરૈયા 31 જાન્યુઆરી
રૂપેરી પડદાની સિંગિંગ સ્ટાર સુરૈયા ગાયન તથા અભિનયના સંસ્કાર લઇને જન્મી હતી.તે સાવ બાલિકા હતી ત્યારે નૌશાદે ‘પ્રેમસાગર’ ફિલ્મમાં તેને પાશ્વગાયનમાં અવસર આપ્યો.પછી તો ‘તાજમહેલ’ અને ‘હમારી બાત’ ફિલ્મમોમાં
પણ અભિનય કર્યો..ફિલ્મમાં તેમણે પોતાના ગીત પોતે જ ગાયા છે.સુપરહીટ ફિલ્મોમાં તેણે ગાયેલી ગીતોની ત્યારે ધૂમ હતી.’ઇશારા’ ફિલ્મમાં તેના નાયક હતા પૃથ્વી રાજકપૂર અને ‘દાસ્તાન’માં તેના નાયક હતા રાજકપૂર.બંને બાપ દીકરા સાથે હિરોઇન ચમકી હોય એવી તે એક માત્ર અભિનેત્રી ગણાય. ફિલ્મ ‘દિલ્લગી’માં નૌશાદે સૂરૈયાના કંઠે ઘણાં ગીતો ગવડાવ્યા. ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’માં તેણે મધુર કંઠે જે ગઝલો ગાઇ હતી, તે ફિલ્મને જયારે રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો તે સમારંભમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરૂએ તેને શાબાશી આપતા કહ્યું કે ‘લડકી, તુમને ગાલિબ કો ફિરસે ઝિન્દા કર દિયા’. સૂરૈયા હિન્દી ફિલ્મ સંગીતના પ્રિ-લતા યુગની ઓળખ ગણાય છે. સદાબહાર અભિનેતા
દેવાનંદ સાથે તેની જોડી જામી હતી. કહેવાય છે કે બંને વચ્ચે પડદા ઉપર થયેલો પ્રેમ વાસ્તવિક જીવનમાં પણ પાંગર્યો હતો,પરંતુ બંને લગ્નથી જોડાયા નહીં એ દુર્ભાગ્ય ગણાય.છેલ્લે છેલ્લે સૂરૈયા તેના એકાંતવાસમા શીશમહેલમાં ચાલ્યા ગયા હતા.31/1/2004
ના રોજસુરૈયાએ જીવનલીલા સંકેલી લીધી. સૂરૈયા એટલે સૂર સરોવરમાં સૂહાની સફર
કરાવનારી સંગીતની નમણી નૈયા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
My Profile
- સંદીપ ગવાણીયા
- જુનાં અને નવાં વિચારોનો સમન્વય કરીને જીવનનું ઘડતર કરો એમાં જ સમજદારી છે.
Popular Posts
-
જે સાહિત્યકારનો ફોટો ડાઉનલોડ કરવો હોય તેનાં નામ ઉપર ક્લિક કરો ૧ .અંબુભાઈ પુરાણી ૨ .અમૃતલાલ યાજ્ઞિક ૩. અનંતરાય રાવળ ૪. અનિરુધ્ધ બ...
-
આત્મકથા : મારી હકીકત , નર્મદ ઇતિહાસ : ગુજરાતનો ઇતિહાસ , પ્રાણલાલ એદલજી ડોસા કાવ્યસંગ્રહ : ગુજરાતી કાવ્યદોહન , દલપતરામ જીવનચરિ...
-
ગુજરાતનાં ભાતિગળ મેળા કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક , પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી...
-
ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો ચામુંડા માત...
-
ગુજરાતનાં મ્યુઝિયમો ( ૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી , વડોદરા. આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિ...
-
ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં ...
-
શિવરાત્રિ શિવરાત્રિ એટલે ભગવાન શંકર ને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે , જ્યાર...
-
(1) આજે 16મી એપ્રિલ ૨૦૧૩ ના રોજ ભારતીય રેલવેના 160 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે અમે તમને ભારતીય રેલવેના ઇતિહ...
-
રજનીશજી ‘ ઓશો ’ 19 જાન્યુઆરી મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ. 1931 માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થ...